Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

નરેન્દ્રભાઈ મોદીની રાજકોટની જનસભામાં ડો,દર્શિતાબેન શાહ સહિતના ભાજપ ઉમેદવારોએ અભિવાદન -વંદન કર્યા

રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની રેસકોર્ષમાં જાહેરસભા યોજાઈ હતી. નરેન્દ્રભાઈ મોદીએ સભા સંબોધનતા  કહ્યું કે, પ્રથમ તબક્કાનું મતદાન છે ત્યાં આ મારી છેલ્લી સભા છે. આ ચૂંટણી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતની જનતા લડી રહી છે. લોકોમાં જે ઉત્સાહ જોવા મળ્યો છે.

 રાજકોટની જનસભામાં રાજકોટના ચારેય ઉમેદવારો મંચ પર હતા ભાજપના દિગજ્જ આગેવાનો સ્ટેજ પર ઉપસ્થિત હતા, મંચ પર ચારેય ઉમેદવારોએ વડાપ્રધાન મોદીનું અભિવાદન વન્દન કર્યા હતા,રાજકોટ પશ્ચિમના ઉમેદવાર ડો,દર્શિતાબેન શાહે પીએમ મોદીને નમનકર્યા હતા તે વેળાની તસ્વીર નજરે પડે છે ( તસ્વીર સંદીપ બગથરીયા )

   
(11:53 pm IST)