Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

ભારતીય અંડર-19 મહિલા ટીમ બની વર્લ્ડ ચેમ્પિયનઃ વર્લ્ડ ચેમ્પિયન બન્યાં બાદ કેપ્ટન શેફાલી વર્માની આંખોમાં ઉમટ્યો આંસુનો દરિયો

ઈંગ્લેન્ડને માત્ર 68 રનના સાધારણ સ્કોર પર હરાવ્યુઃ 16 વર્ષીય શેફાલી વર્મા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર લગભગ 86,000 લોકોની સામે તેના આંસુ લૂછી રહી હતી, ત્યારે વરિષ્ઠ ખેલાડી હરલીન દેઓલે તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

મુંબઇઃ  8 માર્ચ, 2020ના રોજ, જ્યારે 16 વર્ષીય શેફાલી વર્મા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર લગભગ 86,000 લોકોની સામે તેના આંસુ લૂછી રહી હતી, ત્યારે વરિષ્ઠ ખેલાડી હરલીન દેઓલે તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

તે અંતિમ પરાજયની પીડા ખૂબ જ વધારે હશે અથવા તે હારને ભૂલીને દિલાસો આપ્યો હશે, જે શેફાલી લગભગ 3 વર્ષ પછી સાઉથ આફ્રિકાના પોચેસ્ટરૂમમાં ફરીથી રડતી જોવા મળી હતી.

દક્ષિણ આફ્રિકામાં રવિવારે 29 જાન્યુઆરીએ રમાયેલી પ્રથમ અંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે પરાજય આપ્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટમાં પ્રભુત્વ જમાવનારી ભારતીય ટીમે ફાઈનલમાં ઈંગ્લેન્ડને માત્ર 68 રનના સાધારણ સ્કોર પર હરાવ્યું હતુ અને ત્યાર બાદ 14 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો અને વર્લ્ડ ચેમ્પિયન બની હતી. શેફાલી વર્મા આ વર્લ્ડ ચેમ્પિયન ટીમની કેપ્ટન હતી.

ટીમ ઇન્ડિયાને આ ઐતિહાસિક ટાઈટલ અપાવીને શેફાલીએ ભારતની મહાન મહિલા ખેલાડીઓ અને કેપ્ટનોની નિરાશા તો દૂર કરી જ હતી, સાથે સાથે તેનું દર્દ પણ દૂર કર્યું હતું. મેચ પુરી થયા બાદ જ્યારે શેફાલી પ્રેઝન્ટેશન સેરેમનીના કેપ્ટન તરીકે આવી ત્યારે ટીમના વખાણ કરતાં તેની આંખો પ્રશંસાથી ભરાઈ ગઈ હતી. શેફાલી માટે પોતાની લાગણીઓ અને આંસુઓ પર કાબૂ રાખવો મુશ્કેલ બની ગયો.

શેફાલીના આ આંસુએ દરેક ભારતીય ક્રિકેટ ચાહકને ભાવુક કરી દીધા હતા, પરંતુ તેને જોઈને બધા ખુશ પણ થયા હતા કારણ કે બધાને 2020ના ટી 20 વર્લ્ડ કપની ફાઈનલ યાદ આવી ગઈ હતી, જ્યારે ટીમ ઈન્ડિયાની હાર બાદ શેફાલીના આંસુએ બધાના દિલ તોડી નાખ્યા હતા.

જીત બાદ શેફાલીએ પોતાના ઇરાદા પણ સ્પષ્ટ કરી દીધા હતા. શેફાલીએ કહ્યું કે તે આ જીતથી ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે પરંતુ તેની નજર હવે તેનાથી પણ મોટા ટાઈટલ જીતવા પર છે. શેફાલીએ કહ્યું કે તે હવે આવતા મહિને દક્ષિણ આફ્રિકામાં બીજી ટ્રોફી ઉપાડવા માંગશે. 10 ફેબ્રુઆરીથી દક્ષિણ આફ્રિકામાં મહિલા ટી-20 વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. શેફાલી પાસે હવે એક મહિનાની અંદર બીજી વખત 3 વર્ષના દર્દને દૂર કરવાની તક છે.

https://twitter.com/Abdullah__Neaz/status/1619707433269751808

(11:30 pm IST)