Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

તૃણમૂલના ઉમેદવારની પત્નીએ ચૂંટણી પંચ પર હત્યાનો કેસ નોંધાવ્યો : પતિનું કોરોનાથી થયું હતું મોત

નવી દિલ્હી તા. ૨૯ : કોરોના ચેપને કારણે જીવ ગુમાવનાર તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર કાજલ સિંહાની પત્નીએ ચૂંટણી પંચ સામે હત્યાનો કેસ દાખલ કર્યો છે. ૨૫ એપ્રિલે કાજલ સિંહાનું મોત થયું હતું.  તેમને કોરોના ચેપ લાગ્યો હતો. હવે તેમની પત્ની નંદિતા સિંહાએ નાયબ ચૂંટણી કમિશનર સુદીપ જૈન અને અન્ય અધિકારીઓ વિરૂદ્ઘ બેદરકારી અને અવગણનાનો કેસ દાખલ કર્યો છે, જેના પગલે કાજલ સિંહાનું  મૃત્યુ થયું છે. નંદિતા સિંહાએ કહ્યું છે કે ચૂંટણી પંચના બેદરકારી ભર્યા  વલણને કારણે કાજલ સિંહા અને અન્ય ઉમેદવારોનું મોત નીપજયું છે.

નંદિતાએ પશ્ચિમ બંગાળમાં ૮ તબક્કામાં મતદાન માટે ચૂંટણી પંચને પણ નિશાન બનાવ્યું છે. પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં તેમણે કહ્યું છે કે જયારે આખો દેશ કોરોના ચેપથી ગ્રસ્ત હતો ત્યારે ચૂંટણી પંચે ૮ રાઉન્ડમાં મતદાન કરવાનો નિર્ણય લીધો હતો. આ મતદાનને ૧ મહિનાથી વધુ સમય સુધી લંબાવવામાં આવ્યું છે. રાજયમાં ૨૭ માર્ચથી શરૂ થયેલી ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન ૨૯ એપ્રિલના રોજ થવાનું છે. નંદિતા સિંહાએ ચૂંટણી પંચ પર ઇરાદાપૂર્વક મતદાન સમયમાં વધારો કરવાનો આરોપ લગાવ્યો છે. પોતાની ફરિયાદમાં નંદિતાએ લખ્યું છે કે, ઙ્કબંગાળની તુલનામાં તમિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરી એક જ રાઉન્ડમાં મતદાન  થયું હતું.  આ સિવાય આસામમાં મતદાનના ત્રણ તબક્કાઓ થયા છે.

પોતાની ફરિયાદમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારની પત્નીએ કહ્યું કે ૧૬ અને ૨૦ એપ્રિલે પાર્ટી વતી એક પત્ર પણ લખાયો હતો જેમાં માંગ કરવામાં આવી હતી કે છેલ્લા ત્રણ રાઉન્ડના મતદાન એક સાથે કરવામાં આવે. ચૂંટણી પંચને સોમવારે મદ્રાસ હાઇકોર્ટે નિશાન બનાવ્યું હતું. કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચને કારણે દેશમાં  બીજી વેવમાં વધારો થયો છે. કોર્ટે કહ્યું હતું કે આખરે ચૂંટણી પંચના અધિકારીઓ વિરુધ કોરોનાકેસમાં વધારોથવા બદલ હત્યાનો કેસ કેમ નથી ચાવવામાં આવતો . જો કે, જવાબમાં ચૂંટણી પંચે કહ્યું કે કોરોના પ્રોટોકોલનો અમલ કરવો તે રાજય સરકારોની જવાબદારી છે.

ચૂંટણી પંચે કહ્યું કે અમારું કામ દબાણ મુકત અને સલામત ચૂંટણી યોજવાનું છે. પોતાની ફરિયાદમાં નંદિતા સિંહાએ કહ્યું કે, ચૂંટણી પંચની પશ્ચિમ બંગાળના વહીવટની જવાબદારી છે. આ સિવાય રાજયમાં કેન્દ્રિય સૈન્ય તહેનાત છે. આ રીતે, તે કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની તેમની જવાબદારી હતી.

(10:47 am IST)