Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

ચીન પાસેથી દવા ખરીદવામાં પણ અચકાયુ નહીં !

કોરોના સંકટે ભારતની ૧૬ વર્ષ જુની નીતિ બદલી નાખી

નવી દિલ્હી તા. ૨૯ : મહામારી કોરોના છેલ્લા એક વર્ષથી ભારતમાં હાહાકાર મચી ગયો છે. મહામારીના તાંડવથી સ્વાસ્થ્ય વ્યવસ્થા સંપૂર્ણ રીતે કથળેલી છે. હોસ્પિટલ, ઓકસીજન, દવાઓ અને સ્વાસ્થ્ય ઉપકરણોની અછતનો સામનો કરી રહ્યા છે. ત્યારબાદ ભારતે વિદેશી સહાયતા પ્રાપ્ત કરવાની તેમની નીતિમાં ૧૬ વર્ષ બાદ મોટો ફેરફાર કર્યો છે. આ ફેરફાર વિદેશથી મળતી ભેટ, દાન તેમજ સહાયતા પ્રાપ્ત કરવાની તેમની નીતિમાં ૧૬ વર્ષ બાદ મોટો ફેરફાર કર્યો છે. આ ફેરફાર બાદ વિદેશથી મળતા ઉપહાર, દાન તેમજ સહાયતાને સ્વીકાર કરવાનું શરૂ કરી દીધું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના મહામારીના મારના લીધે વિદેશી સહાયતા મેળવવાના સંબંધમાં બે મોટા ફેરફારો જોવા મળ્યા છે. ભારતને હવે ચીનને ઓકસીજન સાથે જોડાયેલા સાધનો તેમજ જીવન રક્ષકની દવાઓ ખરીદવામાં કોઇ સમસ્યા નથી. બીજીબાજુ પાડોશી દેશ પાકિસ્તાને પણ ભારતને મદદની રજૂઆત કરી છે.

ભારતે તેમની ઉભરતી તાકતવર દેશ અને તેમની આત્મનિર્ભર છબી પર જોર આપ્યું છે. ૧૬ વર્ષ પહેલા મનમોહનસિંહના નેતૃત્વમાં યુપીએ સરકારે વિદેશી સ્ત્રોતોથી અનુદાન તેમજ સહાયતા ન કરવાનો નિર્ણય કર્યો છે. અગાઉ ભારતે ઉત્તરકાશી ભૂકંપ (૧૯૯૧), લાતૂર ભૂકંપ (૧૯૯૩), ગુજરાત ભૂકંપ (૨૦૦૧), બંગાળ ચક્રવાત (૨૦૦૨) અને બિહાર પૂર (૨૦૦૪)ના સમયે વિદેશી સરકારો પાસેથી સહાયતા સ્વીકાર કરવા અંગેનો આ નિર્ણય નવી દિલ્હીની રણનીતિમાં ફેરફાર છે.

(11:42 am IST)