Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

નાના કરદાતાઓ માટે લાભના સમાચાર

નાણાંપ્રધાને જીએસટી મીટીંગમાં લીધો મોટો નિર્ણય

નવી દિલ્હી, તા.૨૯: જીએસટી કાઉન્સીલની બેઠક આ વર્ષે પહેલીવાર ગઇકાલે થઇ ગઇ અને સારા સમાચાર લઇને આવી. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કાઉન્સીલને લાગ્યું છે કે ઇન્વર્ઝન ડયુટીમાં કોઇ ફેરફાર કરવો અત્યારે યોગ્ય નથી એટલે તેને અત્યારે જેમ છે તેમજ રાખવામાં આવી છે જો કે સારી વાત એ છે કે જીએસટી એન્યુઅલ રિટર્ન ફાઇલીંગને સરળ બનાવાયુ છે.

નાણાપ્રધાન અનુસાર જીએસટી કાયદામાં ફેરફાર થશે જેથી રીકન્સીલેશન સ્ટેટમેન્ટના સેલ્ફ સર્ટીફીકેશન થઇ શકે. નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે નાના ધંધાર્થીઓ માટે એન્યુઅલ રીટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા આ વર્ષે પણ ચાલુ રહેશે. આ સુવિધા એમના માટે છે જેમનું ટર્નઓવર બે કરોડ રૂપિયાથી ઓછું છે જેમનું ટર્નઓવર પાંચ કરોડ અથવા તેનાથી વધારે હોય તેમણે રીકન્સીલીેશન સ્ટેટમેન્ટ આપવુ પડશે. એટલું જ નહી કરદાતા પેન્ડીંગ રીટર્ન ફાઇલ કરી શકે છે એટલું જ નહીં ઓછી ફી સાથે એમ્નેસ્ટી સ્કીમનો લાભ ઉઠાવી શકે છે.

નાણાંપ્રધાન સીતારમણે બેઠક પછી જણાવ્યું કે જીએસટી કાઉન્સીલની બેઠકમાં કોરોના મહામારી બાબતે વિસ્તારપુર્વક ચર્ચા થઇ અને તેમાં ૭ મહત્વના નિર્ણયો લેવાયા હતા. જેમાં રાજયોને વિદેશથી કોરોના અંગેના મેડીકલ ઉપકરણો પર આયાતમાં છૂટ આપવાનો નિર્ણય સામેલ છે.

(12:59 pm IST)