Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

બિહારના અનેક જિલ્લાઓમાં વરસાદ: ભારે પવન ફુંકાયો

પટના, વૈશાલી, મુઝફ્ફરપુર, ગયા, ભાગલપુર, કટિહાર, પૂર્ણિયા અને અરરિયામાં વરસાદ વરસ્યો

નવી દિલ્હી : હવામાન વિભાગ મુજબ  બિહારના 8 જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. રાત્રીના સમયથી અહીં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને રવિવાર સવારથી જ વરસાદ પડી રહ્યો છે. બિહારના પટના, વૈશાલી, મુઝફ્ફરપુર, ગયા, ભાગલપુર, કટિહાર, પૂર્ણિયા અને અરરિયામાં પણ વરસાદ પડી રહ્યો છે.

  આ સિવાય મધ્યપ્રદેશમાં પણ ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. ચોમાસું 15 જૂન પછી ઈન્દોર અને જબલપુર થઈને અહીં પહોંચે તેવી શક્યતા છે. જ્યારે 20 જૂને સમગ્ર રાજ્યમાં વરસાદ પડી શકે છે. જો કે ભોપાલ, ઈન્દોર, માલવા અને નિમારમાં વરસાદ નથી 

(6:56 pm IST)