Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

આમીરખાન અમદાવાદમાં :આઈપીએલ-2022ની ફાઈનલમાં રિલીઝ કરશે ‘લાલ સિંહ ચઢ્ઢા’નું ટ્રેલર

ફિલ્મના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરીને સત્તાવાર પુષ્ટિ કરી

IPL 2022: બોલિવૂડ અભિનેતા આમિર ખાન અને તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’  સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આમિર ઈચ્છે છે કે તેની ફિલ્મને આઈપીએલની લોકપ્રિયતાનો લાભ મળે, તેથી અભિનેતા આઈપીએલની ફાઈનલમાં લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર લૉન્ચ કરશે, જેનું હોસ્ટ બીજું કોઈ નહીં પણ આમિર ખાન પોતે કરી રહ્યાં છે. ફિલ્મના નિર્માતાઓએ હવે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરીને સત્તાવાર રીતે તેની પુષ્ટિ કરી છે,

ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો એ હકીકતથી સારી રીતે વાકેફ છે કે ફાઈનલના દિવસે મોટી સંખ્યામાં લોકોનું ધ્યાન ત્યાં રહેશે. આવી સ્થિતિમાં ફિલ્મ મેકર્સ મેચની વચ્ચે ટ્રેલર લોન્ચ કરીને તેની ટીઆરપીનો ફાયદો ઉઠાવી શકે છે. આવી સ્થિતિમાં આમિરનો સોશિયલ મીડિયા પર વિરોધ થઈ રહ્યો છે અને યુઝર્સ તેની ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. #AamirKhan અને #LaalSinghChaddha ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. આ હેશટેગ સાથે યુઝર્સ કોમેન્ટમાં પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

(7:15 pm IST)