Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

શ્રીલંકામાં પેટ્રોલપંપો ઉપર લશ્કર અને પોલીસ ગોઠવી દીધી: ચારેકોર અંધાધૂંધી

શ્રીલંકામાં પેટ્રોલ અને ડીઝલની સ્થિતિ અતિશય ગંભીર બની. મોટા ભાગના પેટ્રોલપંપો ઉપર લશ્કર અને પોલીસ ગોઠવી દેવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો અત્યંત ભયજનક નિમ્ન સપાટીએ પહોંચી ગયો છે. શ્રીલંકાની સરકારે ગઇકાલે જાહેર કર્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ માત્ર આવશ્યક સેવાઓ માટે જ પૂરું પાડવામાં આવશે. A પછી હવે દેશભરમાં ચારેકોર અંધાધૂંધીની પરિસ્થિતિ સર્જાયેલ છે. *ન્યૂઝફર્સ્ટ..

(12:31 am IST)