Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

આકાશને જિયો સોંપ્‍યા બાદ હવે ઈશાને મળશે રીટેલ ?

ગઈ કાલે મોટા પુત્રને ટેલિકૉમ બિઝનેસની લગામ સોંપ્‍યા બાદ મુકેશ અંબાણી દીકરીને રીટેલની જવાબદારી સોંપે એવી શકયતા

મુંબઈ, તા.૨૯: ભારતની સૌથી મૂલ્‍યવાન કંપનીમાં ઉત્તરાધિકારની યોજનાના પ્રથમ સ્‍પષ્ટ સંકેતોમાં અબજોપતિ મુકેશ અંબાણીએ તેમના ૨૧૭ અબજ ડૉલરના જૂથનો ટેલિકૉમ બિઝનેસ સોંપવાના હેતુસર રિલાયન્‍સ જિયોના બોર્ડમાંથી રાજીનામું આપ્‍યું અને પેઢીની લગામ મોટા પુત્ર આકાશને સોંપી દીધી હતી.સ્‍ટોક એક્‍સચેન્‍જ ફાઇલિંગમાં, રિલાયન્‍સ જિયો ઇન્‍ફોકોમ લિમિટેડે મંગળવારે જણાવ્‍યું હતું કે કંપનીના બોર્ડે ૨૭ જૂને મળેલી બેઠકમાં કંપનીના બોર્ડ ઑફ ડિરેક્‍ટર્સના ચેરમેન તરીકે નૉન-એક્‍ઝિકયુટિવ ડિરેક્‍ટર આકાશ મુકેશ અંબાણીની નિમણૂકને મંજૂરી આપી હતી.તેના પિતા (મુકેશ અંબાણી)એ ૨૭ જૂને કામકાજના કલાક પૂરા થયા બાદ રાજીનામું આપી દીધું હતું, એમ એમાં જણાવાયું હતું.જિયો એ રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડનો એકમ છે, જેનો વ્‍યવસાય ઑઇલ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્‍સથી રીટેલ, મીડિયા અને નવી ઊર્જા સુધી ફેલાયેલો છે. ૬૫ વર્ષના મુકેશ અંબાણીને ત્રણ બાળકો છે - જોડિયાં આકાશ અને ઈશા તથા સૌથી નાનો પુત્ર અનંત.એવી વ્‍યાપક ધારણા છે કે એ રીટેલ બિઝનેસની લગામ ૩૦ વર્ષની ઈશાને સોંપી શકે છે, જેણે આનંદ પિરામલ (પિરામલ ગ્રુપના અજય અને સ્‍વાતિ પિરામલના પુત્ર) સાથે લગ્ન કર્યાં છે.આકાશ અને ઈશા રિલાયન્‍સ રીટેલ વેન્‍ચર્સ લિમિટેડના બોર્ડમાં છે, જે કંપની કન્‍ઝ્‍યુ મર ઇલેક્‍ટ્રૉનિક્‍સ, ફૂડ ઍન્‍ડ ગ્રોસરી, ફૅશન, જ્‍વેલરી, ફુટવેર અને કપડાં તેમ જ ઑનલાઇન રીટેલ વેન્‍ચર, જિયો માર્ટ અને ડિજિટલ ફર્મ જિયો પ્‍લૅટફૉર્મ લિમિટેડ ઑફર કરતી સુપરમાર્કેટ ઑક્‍ટોબર ૨૦૧૪થી ચલાવે છે. ૨૬ વર્ષના અનંતને તાજેતરમાં આરઆરવીએલ પર ડિરેક્‍ટર તરીકે સામેલ કરવામાં આવ્‍યો છે અને તે ડિરેક્‍ટર છે.

(4:10 pm IST)