Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ભીમા કોરેગાંવ કેસ : મુંબઈ કોર્ટે 5 આરોપીઓના ડિફોલ્ટ જામીન ફગાવી દીધા : 2018 ની સાલથી જામીન અરજીઓ પેન્ડિંગ હતી

મુંબઈ : ભીમા કોરેગાંવ હિંસા કેસના તમામ આરોપીઓ સુધીર ધવલે, રોના વિલ્સન, સુરેન્દ્ર ગાડલિંગ, શોમા સેન અને મહેશ રાઉત દ્વારા દાખલ કરાયેલી જામીન અરજીઓને મુંબઈની કોર્ટે મંગળવારે ફગાવી દીધી હતી.

આરોપી સુધીર ધવલે, રોના વિલ્સન, સુરેન્દ્ર ગાડલિંગ, શોમા સેન અને મહેશ રાઉતે ચાર્જશીટ ફાઈલ કરવા માટે આપવામાં આવેલા સમયના વિસ્તરણને પડકારતી પુણેની કોર્ટનો સંપર્ક કર્યો ત્યારે 2018 થી જામીન અરજીઓ પેન્ડિંગ હતી.

2018માં ડિફોલ્ટ જામીનની માંગણી કરતી અરજીઓ દાખલ કરવામાં આવી હતી કે કોર્ટ દ્વારા ચાર્જશીટ દાખલ કરવા માટે તપાસ એજન્સીને આપવામાં આવેલ એક્સટેન્શન કાયદાનું ઉલ્લંઘન હતું.

ઉલ્લેખનીય છે કે પાંચ આરોપીઓની જૂન 2018માં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, પૂણે (ATS) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે નવેમ્બર 2018માં પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:34 pm IST)