Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

મહારાષ્ટ્રમાં ઠાકરેના રાજીનામાં બાદ ભાજપમાં ખુશીનો માહોલ : ફડણવીસને મોં મીઠું કરાવ્યું

શિવસેનાના બળવાખોર એકનાથ શિંદેના ઘર બહાર ફટાકડા ફોડીની ઉજવણી કરાઈ

મુંબઈ : સુપ્રીમ કોર્ટમાંથી ઉદ્ધવ સરકારને મોટો ફટકો પડ્યા પછી સોશિયલ મીડિયા પર આવીને ઉદ્ધવ ઠાકરેએ ટેકો આપવા બદલ સોનિયા ગાંધી અને શરદ પવારનો આભાર માનીને ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. વિધાનસભાના સભ્ય પરિષદ પરથી પણ ઉદ્ધવ ઠાકરેએ રાજીનામાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરેના નિર્ણય બાદ મહારાષ્ટ્રના માજી મુખ્યમંત્રીને મીઠાઈ ખવડાવવામાં આવી રહી છે જ્યારે શિવસેનાના બળવાખોર એકનાથ શિંદેના ઘર બહાર ફટાકડા ફોડીની ઉજવણી કરવામાં આવી રહી છે. 

બીજી બાજુ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીએ કેબિનેટની બેઠક બોલાવી હતી જેમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. રાજ્યમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ સરકારે ઔરંગાબાદનું નામ બદલવાની મંજૂરી આપી દીધી છે. ઔરંગાબાદ હવે સંભાજી નગર તરીકે ઓળખાશે. બુધવારે બોલાવવામાં આવેલી કેબિનેટની બેઠકમાં આને મંજૂરી આપવામાં આવી છે.

(12:14 am IST)