Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

આસામ અને મિઝોરમ સરહદ વિવાદ ઉકેલાશે ?: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

વિવાદિત જગ્યા પરથી બંને રાજ્યોની પોલીસને હટાવી અર્ધસૈનિક દળોને તૈનાત કરાશે

નવી દિલ્હી : આસામ અને મિઝોરમ સરહદ પર ચાલી રહેલો વિવાદ ઉકેલાય તેવા એંધાણ છે. બંને રાજ્યોના મુખ્ય સચિવે ગૃહ સચિવ અજય ભલ્લા સાથે મહત્વની બેઠક યોજી. જે બાદ બંને રાજ્ય વાતચીતના માધ્યમથી આ વિવાદના સામાધાન માટે તૈયાર થયા છે

વિવાદિત જગ્યા પરથી બંને રાજ્યોની પોલીસને હટાવવામાં આવશે અને તે જગ્યા પર અર્ધસૈનિક દળોને તૈનાત કરવામાં આવશે. આસામ મિઝોરમ સીમા વિવાદ મુદ્દે લગભગ અઢી કલાક ચાલેલી આ બેઠકમાં બંને રાજ્યોના મુખ્ય સચિવ ઉપરાંત અન્ય ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા .

બંને રાજ્યોની સીમા પર નેશનલ હાઇવે પાસે આવેલી વિવાદિત સ્થળ કેન્દ્રિય અર્ધસૈનિક દળોના વરિષ્ઠ અધિકારીઓના નેતૃત્વમાં સૈનિકો તૈનાત કરાશે તેવો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો .

આ સિવાય બંને રાજ્યો આગળ પણ આ રીતે વાતચીતના માધ્યમથી સમસ્યાના સામાધાનનો પ્રયાસ શરૂ રાખશે તેમજ પોતપોતાના પ્રશ્નો એકબીજી સમક્ષ રજૂ કરશે. બીજી તરફ આસામ પોલીસે જાહેરાત કરી છે કે જે લોકો પોલીસકર્મીઓને મારનાર લોકો વિશે માહિતિ આપશે તેમને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

(10:44 pm IST)