Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

અમેરિકામાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેસ : 6 લોકોનાં મોત

લેક તોહે વિસ્તારમાં ગોલ્ફ કોર્સ નજીક બે એન્જિન ધરાવતુ વિમાન ક્રેશ :વિમાન રનવેથી ઘણા બ્લોક્સ આગળ ચાલ્યુ ગયુ બાદમાં આગ લાગી

અમેરિકાનાં લેક તોહે વિસ્તારમાં ગોલ્ફ કોર્સ નજીક બે એન્જિન ધરાવતુ વિમાન ક્રેશ થતાં છ લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે ડ્રાઇવર વિમાનને ટ્રુકી-તોહે વિમાનમથક પર ઉતારવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ વિમાન રનવેથી ઘણા બ્લોક્સ આગળ ચાલ્યુ ગયુ, જે બાદ તેમા આગ લાગી ગઇ હતી

નેવાદા કાઉન્ટી શેરિફની ઓફિસે જણાવ્યું કે, બમ્બાર્ડિયર CL600 વિમાન નેવાદાની સાથેની ઉત્તરી કેલિફોર્નિયા સરહદ નજીક ટ્રુકીમાં પોન્ડેસોરા ગોલ્ફ કોર્સ નજીક ગીચ જંગલ વિસ્તારમાં ક્રેશ થયું હતું. અધિકારીઓએ શરૂઆતમાં કહ્યું હતું કે, અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા છે. આ દરમ્યાન જમીન પર કોઈને ઈજા પહોંચી ન હોતી.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે, ડ્રાઈવર ટ્રુકી-તોહે એરપોર્ટ પર પ્લેનને લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ પ્લેન રન-વેથી આગળ ઘણા બ્લોક્સ પર ચાલ્યુ ગયું અને તેમા આગ લાગી ગઇ. આગને તાત્કાલિક કાબુમાં લેવામાં આવી હતી. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે બુધવારે કહ્યું હતું કે, તેના બે તપાસકર્તાઓ અકસ્માતની તપાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, વિમાન ઇડાહોનાં કાઉર ડી અલેનથી ઉપડ્યું હતું.

 

(10:21 am IST)