Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

કેરળમાં કોરોનાના વધતા કહેરથી ત્રીજી લહેરાના ભણકારા છેલ્લા 24 કલાકમાં નવા 22056 કેસ : 131 લોકોના મોત

મલપ્પુરમમાં 3931, ત્રિશૂરમાં 3005, કોઝિકોડમાં 2400, એર્નાકુલમમાં 2397, પલક્કડમાં 1649 અને કોલ્લમમાં 1462, અલાપ્પુઝામાં 1461, કન્નૂરમાં 1179, તિરુવનંતપુરમમાં 1101, કોટ્ટાયમમાં 1067 કેસ

નવી દિલ્હી :  કોરોનાથી સૌથી ખરાબ સ્થિતિ કેરળની જોવા મળી રહી છે. દેશમાં આવનારા કોરોના દર્દીની સંખ્યાનો 50 ટકા ભાગ કેરળથી છે. બુધવારે અહીં 22056 નવા કેસ આવ્યા છે અને સાથે જ સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 33,27,301 થઈ છે જ્યારે 131 લોકોના મોત થયા છે અને વાયરસથી મૃત્યુ પામનારની સંખ્યા 16457 થઈ છે.

  રાજ્યમાં સૌથી વધારે સંક્રમિત લોકો મલપ્પુરમમાં 3931, ત્રિશૂરમાં 3005, કોઝિકોડમાં 2400, એર્નાકુલમમાં 2397, પલક્કડમાં 1649 અને કોલ્લમમાં 1462, અલાપ્પુઝામાં 1461, કન્નૂરમાં 1179, તિરુવનંતપુરમમાં 1101, કોટ્ટાયમમાં 1067 કેસ આવ્યા છે.

(10:44 am IST)