Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

કોવિદ -19 બેડ કૌભાંડ : ભાજપ ધારાસભ્ય સતીષ રેડ્ડી વિરુદ્ધ સમાચાર પ્રકાશિત કરવા ઉપર બેંગલુરુ કોર્ટની રોક : 8 મીડિયા ગૃહો અને ફેસબુકને નામદાર કોર્ટનો આદેશ

બેંગલુરુ : કોવિદ -19 બેડ કૌભાંડ મામલે બેંગલુરુ  કોર્ટે 8 મીડિયા ગૃહો અને ફેસબુકને ભાજપ ધારાસભ્ય સતીષ રેડ્ડી વિરુદ્ધ સમાચાર પ્રકાશિત કરવા ઉપર પ્રતિબંધ મુકતો આદેશ કર્યો છે.

ભાજપ ધારાસભ્ય સતીશ રેડ્ડીએ અરજ ગુજારી  હતી કે બેડ કૌભાંડ મામલે તેમનું નામ ચાર્જશીટ કે પ્લીન્ટમાં ન હોવા છતાં મીડિયા ગૃહોએ નકારાત્મક સમાચારો પ્રસિદ્ધ કરી તેમનું નામ પ્રકાશિત કર્યું હતું.આથી તેમણે ધ ન્યૂઝ મિનિટ, ડેક્કન હેરાલ્ડ અને પ્રતિધ્વનિ સહિતના મીડિયા ગૃહો વિરુદ્ધ 20 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કર્યો હતો.

આથી કોર્ટે વચગાળાની રાહત રૂપે તેમનું નામ કોવિદ -19 બેડ કૌભાંડમાં પ્રસારિત ન કરવા 8 મીડિયા ગ્રહોને આદેશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ભાજપ ધારાસભ્ય તેજસ્વી સૂર્યા સહિતના આગેવાનોએ અમુક મુસ્લિમ કોમ્યુનિટીમાંથી આવતા લોકોએ કોવિદ -19 બેડની ફાળવણીમાં ઘાલમેલ કર્યાનો આરોપ લગાવ્યો હતો.જે અંતર્ગત 4065 બેડ ખોટા નામે બુક કરાવી હતી.

(12:42 pm IST)