Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ચંદ્રયાન-૩નું પ્રક્ષેપણ ૨૦૨૨ ત્રીજા ત્રિમાસિકમાં થવાની શકયતા

લોકસભામાં સરકારનો લેખિત જવાબ

નવી દિલ્હી,તા. ૨૯ : ચંદ્રયાન-૩નું પ્રક્ષેપણ ૨૦૨૦ના ત્રીજા ત્રિમાસીકમાં થવાની શકયતા છે. કેન્દ્રીય પ્રધાન જીતેન્દ્રસિંહ ગઇ કાલે કહ્યુ કે કોરોના મહામારીના કારણે તેની પ્રગતિને અસર થઇ છે. લોકસભામાં એક પ્રશ્નના લેખીત ઉતરમાં કેન્દ્રીય સાયન્સ એન્ડ ટેકનોલોજી રાજ્યપ્રધાને કહ્યુ કે, ચંદ્રયાન-૩ના પ્રક્ષેપણનો કાર્યક્રમ ફરીથી નિર્ધારીત કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યુ કે સામાન્ય કામકાજ શરૂ થવાનું જોતા ચંદ્રયાન-૩નું પ્રેક્ષપણ ૨૦૨૨ના ત્રીજા ત્રિમાસીક થવાની શકયતા છે.

તેમણે જણાવ્યુ કે ચંદ્રયાન-૩ના કામમાં આકૃતિને અંતિમ રૂપ આપવાનુ, ઉપ-પ્રણાલીઓનું નિર્માણ, અંતરીક્ષયાન સ્તરીય વિસ્તૃત પરિક્ષણ અને પૃથ્વી પરથી પ્રણાલીના ઘણા બધા વિશેષ પરિક્ષણો જેવી વિભીન્ન પ્રક્રિયાઓ સામેલ હોય છે.

(12:56 pm IST)