Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

કર્મચારીની સંમતિ વિના તેના પગારમાંથી ડોનેશન આપી શકાય નહીં : પશ્ચિમ બંગાળની વિશ્વભારતી યુનિવર્સીટી ,શાંતિ નિકેતને કર્મચારીઓની સંમતિ વિના એક દિવસનો પગાર સી.એમ.રિલીફ ફંડમાં ડોનેશન તરીકે આપી દીધો : કલકત્તા હાઇકોર્ટે આ બાબત ગેરકાયદે ગણાવી

કોલકત્તા : પશ્ચિમ બંગાળની વિશ્વભારતી યુનિવર્સીટી ,શાંતિ નિકેતને કર્મચારીઓનો એક દિવસનો પગાર સી.એમ.રિલીફ ફંડમાં ડોનેશન તરીકે આપી દીધો હતો. જે માટે કર્મચારીઓની  સંમતિ લીધી નહોતી .તેથી યુનિવર્સીટીના આ નિર્ણયને સુદીપ્તા ભટ્ટાચાર્યે કલકત્તા હાઇકોર્ટમાં પડકાર્યો  હતો. અને કપાયેલી રકમ પછી અપાવવા માંગણી કરી હતી.

જેના અનુસંધાને જસ્ટિસ અમ્રિતા સિંહાએ જણાવ્યું હતું કે કર્મચારીની સંમતિ વિના તેના પગારમાંથી ડોનેશન આપી શકાય નહીં . આ બાબત ગેરકાયદે ગણાય .ડોનેશન આપવા માટે કર્મચારીને ફરજ ન પાડી શકાય .
કોર્ટમાં અરજ કરનારાઓ યુનિવર્સીટીના કર્મચારીઓ છે. જેઓ દર મહિનાના અંતે નક્કી કરેલી રકમનો પગાર મેળવવા હક્કદાર છે.જે તેમણે આપેલી સેવાઓનું વળતર છે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં 2020ની સાલમાં આવેલા  આંફાન વાવાઝોડા વખતે અસરગ્રસ્ત લોકોને સહાય કરવા માટે સી.એમ રિલીફ ફંડમાં રકમ આપવામાં આવી હતી.  તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:27 pm IST)