Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ૧ ઓગસ્ટથી ડોરસ્ટેપ બેંકિંગ માટે ચાર્જ લેશે : ગ્રાહકોએ રિકવેસ્ટ માટે ૨૦ રૂપિયા ખર્ચવા પડશે

નવી દિલ્હી,તા.૨૯: પોસ્ટ ઓફિસની બેંક એટલે કે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ખાતા રાખનારા માટે મોટા સમાચાર છે. બેંક ઓગસ્ટ મહિનાથી અનેક ફેરફાર કરવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે તમે ડોર સ્ટેપ બેંકિંગનો ફાયદો લઈ રહ્યા છો તો તમારે એકસ્ટ્રા રુપિયા ખર્ચ કરવા પડશે. એ સિવાયના ગ્રાહકોને કોઈ વધારાનો ચાર્જ આપવાનો રહેશે નહીં.

૧ ઓગસ્ટથી પોસ્ટ ઓફિસ બેંકના ખાતેદારોએ ડોર સ્ટેપ બેન્કિંગ માટે દરેક રિકવેસ્ટ પર ૨૦ રૂપિયાનો ચાર્જ આપવાનો રહેશે. આ સિવાય બેંકે જુલાઈમાં સેવિંગ્સ એકાઉન્ટ ધારકો માટે ગ્રાહકોના વ્યાજને દ્યટાડ્યા છે.

બેંક ૧ તારીખથી ડોર સ્ટેપ બેંકિંગ પર ચાર્જ લેશે. બેંકની તરફથી ૨૦ રૂપિયા દરેક ટ્રાન્ઝેકશન માટે લેવાશે. આ સિવાય GSTનો ચાર્જ લગાવાશે. રૂપિયા કાઢવા અને જમા કરાવવા માટે ૨૦ રૂપિયા અને જીએસટી લેવાશે.

ખાતામાં રૂપિયા ટ્રાન્સફર પર ૨૦ રૂપિયા પ્લસ GST, અન્ય બેંકમાં ફંડ ટ્રાન્સફર કરવા માટે ૨૦ રૂપિયા પ્લસ જીએસટી, સુકન્યા સમૃદ્ઘિ ખાતા, પીએફ, આરડી, એલએઆરડી માટે ૨૦ રૂપિયા પ્લસ GST, બિલ પેમેન્ટ માટે ૨૦ રૂપિયા અને GST, આસિસ્ટેડ યૂપીઆઈ માટે ૨૦ રૂપિયા અને જીએસટી,સેન્ડ મની સર્વિસના આધારે સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રકશન્સ, પીઓએસબી, સ્વીપ અને પીઓએસબી સ્વીપ આઉટના માટે ૨૦ રૂપિયા અને GST.

આ સિવાય કેટલીક સર્વિસ એવી પણ છે જેની પર કોઈ ચાર્જ નહીં લાગી શકે. આ સિવાય તમે પાસબુકમાં કોઈ અપડેટ કરાવો છો તો કે પછી બેલેન્સ શીટ જોવા માટે છેલ્લા ૧૦ ટ્રાન્ઝેકશન પર, નોમિની અપડેશન માટે, પાન અપડેશન માટે, આધાર સીડિંગ, મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી અપડેટ પર, નવું ખાતું ખોલવા માટે, લાઈફ ઈન્શ્યોરન્સ, રીકેવાઈસી, ડાયરેકટ મની ટ્રાન્સફર, ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ, પીએમ જીવન જયોતિ વીમા યોજના પર બેંક કોઈ ચાર્જ લેશે નહીં.

(2:56 pm IST)