Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ઓનલાઇન લોન આપનાર વધુ વ્યાજ ન વસુલી શકેઃ દિલ્હી હાઇકોર્ટ

નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે જણાવેલ કે મોબાઇલ એપ દ્વારા ઓનલાઇન લોન દેનારને વધુ વ્યાજ અને પ્રોસેસીંગ ફી વસુલવાની પરવાનગી ન આપી શકાય. કોર્ટે આરબીઆઇને વાર્ષિક ૫૦૦ ટકા વ્યાજ અને ૩૦ ટકા સુધી પ્રોસેસીંગ ફી વસુલ કરી સામાન્ય લોકોને કથીતરૂપથી આત્મહત્યા માટે મજબુર કરનાર ડીઝીટલ પ્લેટફોર્મ ઉપર શિકંજો કસવા જણાવ્યું છે. કોર્ટે આશા દાખવેલ કે આવતી સુનાવણીમાં રીઝર્વ બેન્ક સમાધાન સાથે આવશે.

(2:59 pm IST)