Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

રૂપાણી સરકારના પ વર્ષ અવસરે રાજય વ્યાપી શ્રેણીબદ્ધ કાર્યક્રમો

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વની રાજય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના હેઠળ કાર્યક્રમો : તારીખ ૧ ઓગસ્ટથી ૯ ઓગસ્ટ દરમિયાન રાજયભરમાં વિવિધ થીમ આધારિત દિવસોની ઉજવણી અને લોક કલ્યાણ કાર્યના શુભારંભ-લોકાર્પણ અને લાભાર્થીઓને લાભ સહાય વિતરણ કરાશે : કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડલાઇન્સના સંપૂર્ણ પાલન સાથે આ કાર્યક્રમ યોજાશે : તા. ૧ ઓગસ્ટ જ્ઞાનશકિત દિવસ, ર ઓગસ્ટ સંવેદના દિવસ, ૩ ઓગસ્ટ અન્નોત્સ દિવસ, ૪-ઓગસ્ટ નારી ગૌરવ દિવસ, પ-ઓગસ્ટ કિસાન સન્માન દિવસ, ૬ ઓગસ્ટ રોજગાર દિવસ, ૭ ઓગસ્ટ વિકાસ દિવસ, ૮-ઓગસ્ટ શહેરી જનસુખાકારી દિવસ અને ૭ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાશે : નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહને સહભાગી થવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નિમંત્રણ પાઠવ્યું : જ્ઞાનશકિત દિવસ નિમિત્તે જ્ઞાનકુંજ પ્રોજેકટ હેઠળ ૧૨ હજાર જેટલા સ્માર્ટ કલાસનુ લોકાર્પણઃ શોધ યોજના હેઠળ ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને પી.એચ.ડીની સ્કોલરશીપનુ વિતરણઃ સંવેદના દિવસ અંતર્ગત ૪૩૩ જેટલા સેવા સેતુ કાર્યક્રમોનુ આયોજનઃ મુખ્યમંત્રી શ્રી રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે : નારી ગૌરવ દિવસ નિમિત્તે રાજ્યની મહિલાઓના સન્માન કાર્યક્રમઃદશ હજારથી વધુ સખી મંડળો ભાગ લેશેૅં એક લાખથી વધુ બહેનોને બેન્ક ધિરાણ અપાશે : કિસાન સન્માન દિવસ અંતર્ગત કિસાન સૂર્યોદય યોજના - સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાના ૧૨૫ જેટલા વિવિધ કાર્યક્રમોઃ રૂ. ૭૯ કરોડના ખર્ચે બીજ નિગમ ગોડાઉનના ખાતમુહર્ત કાર્યક્રમો યોજાશે : વિકાસ દિવસની ઉજવણી પ્રસંગે ગુજરાતની જનતાને રૂ. ૩૯૦૬ કરોડમાં વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ અપાશેઃ વિકાસ દિન નિમિત્તે શ્રેષ્ઠ કોરોના વોરિયર્સ અને ૧૦૦ ટકા રસીકરણ કરેલા ગામોનું સન્માન કરાશે : શહેરી જન સુખાકારી દિવસે રાજ્યના મહાનગરો-નગરોને કુલ રૂપિયા ૫૮૫૫ કરોડના વિકાસકામોના લોકાર્પણ-ખાતમુર્હત અને ગ્રાન્ટ વિતરણનો લાભ અપાશે : વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજપીપળા ખાતે બિરસામુંડા આદિવાસી યુનિવર્સીટીનુ ખાતમુર્હુત કરાશેઃ ૩૦૦૦ આવાસોના હુકમો અપાશે તેમજ ૨૦૦૦૦ આદિવાસીઓને સહાય વિતરણ કરાશેઃ ૫ લાખ આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાશે

રાજકોટ, તા. ર૯ : મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના હેઠળ રાજ્યવ્યાપી કાર્યક્રમો યોજાશે. સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે  થીમ આધારિત વિવિધ જનહિતલક્ષી ફલેગશીપ યોજનાઓનો વ્યાપ વધારવા માટે રાજયભરમાં વિવિધ કાર્યક્રમો થકી રાજયની અવિરત વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવાનુ રાજય સરકારનુ આ જનહિત લક્ષી કાર્યક્રમો નું આયોજન છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહને આ કાર્યક્રમમાં સહભાગી થવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નિમંત્રણ પાઠવ્યું છે.

કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઈડલાઈન્સના સંપૂર્ણ પાલન સાથે આ કાર્યક્રમ યોજાશે જે અંતર્ગત તારીખ ૧ ઓગસ્ટ જ્ઞાનશકિત દિવસ, ૨ ઓગસ્ટ સંવેદના દિવસ, ૩ ઓગસ્ટ અન્નોત્સવ દિવસ, ૪ ઓગસ્ટ નારી ગૌરવ દિવસ, ૫ ઓગસ્ટ કિસાન સન્માન દિવસ, ૬ ઓગસ્ટ રોજગાર દિવસ, ૭ ઓગસ્ટ વિકાસ દિવસ, ૮ ઓગસ્ટ શહેરી જનસુખાકારી દિવસ અને ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતા હેઠળ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ૧ ઓગસ્ટના રોજ 'જ્ઞાન શકિત દિવસ' ની ઉજવણી કરવામાં આવશે.

  રાજ્યની ૧૦૦ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા ૫૧ ઉચ્ચ શિક્ષણના કાર્યક્રમો સહિત કુલ ૧૫૧ કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત રૂ. ૧૩૫ કરોડના ખર્ચે ૩૬૫૯ શાળાઓના તૈયાર થયેલા ૧૨ હજાર જેટલા સ્માર્ટ કલાસનું પણ લોકાર્પણ કરવામાં આવશે. રૂ. ૯૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૧૦૫૦ શાળાના ઓરડાઓ, રૂ. ૧૦ કરોડ ૨૬ લાખના ખર્ચે તૈયાર થયેલા ૭૧ પંચાયત ઘર, રૂ. ૪ કરોડ ૮૦ લાખના ખર્ચે નિર્માણ પામેલા ધોળકા અને નવસારી તાલુકા પંચાયતના મકાનનું લોકાર્પણ પણ કરાશે. રૂ. ૩૫ કરોડના ખર્ચે નિર્મિત ૨૫૬ માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબનો શુભારંભ પણ કરવામાં આવશે.

શોધ યોજના અંતર્ગત ૧૦૦૦ પી.એચ.ડી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ૨૦૦૮ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય વિતરણ તેમજ નમો ઈ-ટેબલેટ વિતરણનો કાર્યક્રમ પણ યોજાશે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી હેઠળ રાજ્યની ૧૬ કોલેજો અને યુનિવર્સિટીઓ સાથે એમ.ઓ.યુ કરવામાં આવશે જેનો ૧૮૬૭૦ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે.

આ ઉપરાંત રૂ. ૫૮ કરોડના ખર્ચે ૬૪૭ શાળાના ઓરડાઓ, રૂ. ૨૦૭૬ કરોડના ખર્ચે ૧૪૪ પંચાયત ઘર નિર્માણ માટે પણ ખાતમુહર્તનો કાર્યક્રમ યોજવામાં આવશે.

૨ જી ઓગષ્ટના રોજ  'સંવેદના દિવસ' ની ઉજવણી રાજકોટથી મુખ્યમંત્રી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર ઉપસ્થિતિમાં કરવામાં આવશે. વિવિધ જનહિતકારી યોજનાઓના દસ્તાવેજો નાગરિકોને સરળતાથી મળી રહે તે તાલુકા, નગરપાલિકા અને મહાનગર પાલિકાઓમાં ૪૩૩ જેટલા સેવા સેતુ કાર્યક્રમોનુ આયોજન છે. રાજ્યના ૨૪૮ તાલુકા અને ૧૫૬ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા કક્ષાએ ઝોન દીઠ એક વોર્ડમાં ૨૯ સેવા સેતુ કાર્યક્રમો યોજાશે.

પાલક માતા-પિતા, દિવ્યાંગ, વિધવા અને વૃધ્ધો માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે. કોરોના કાળમા મૃત્યુ પામેલ માતા પિતાના બાળકો માટે સમાજ કલ્યાણ વિભાગ અને જે એમ ફાઈનાન્સિયલ ગ્રુપના સંયુકત ઉપક્રમે શિક્ષણમાં સહાયરૂપ થવાની યોજનાનો શુભારંભ થશે. કોરોના કાળમાં માતા-પિતા બંન્ને ગુમાવનાર બાળકો અને તેમના વાલીઓ સાથે મુખ્યમંત્રી સહિત જિલ્લા સ્તરે મંત્રીઓ ભોજન કરશે.

૩ જી ઓગષ્ટના રોજ  સર્વને અન્ન, સર્વને પોષણ અંતર્ગત 'અન્નોત્સવ દિવસ' ની ઉજવણી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવશે. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયા પણ જોડાશે.

પ્રધાનમંત્રી પાંચ જિલ્લાઓના ૫ વાજબી ભાવોની દુકાનો પર લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે.

સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં ૧૭ હજારથી વધુ વાજબી ભાવોની દુકાનો, શાળાઓ અને ગ્રામ પંચાયતો પરથી અંદાજિત ૪ લાખ ૨૫ હજાર લાભાર્થીઓને ૧૫ કિલો અનાજનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત ફજ્લ્ખ્ અંતર્ગત અંદાજિત ૭૨ લાખ પરિવારોને (૩.૫ કરોડની વસ્તી) વ્યકિતદીઠ ૫ કિલો અનાજ અને બેગ આપવાનો શુભારંભ કરાશે. સમગ્ર કાર્યક્રમમાં અંદાજિત ૮ લાખ ૫૦ હજાર લોકો સહભાગી થશે.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી તેમજ રાજ્યકક્ષાના  મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે તા. ૪થી ઓગષ્ટે 'નારી ગૌરવ દિવસ' નિમિત્તે રાજ્યની મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાઓ સાથે સંકળાયેલા મહિલાલક્ષી વિવિધ કાર્યક્રમોનું વડોદરાથી શુભારંભ કરાવશે. જેમાં શહેરી વિસ્તારમાં ૩૮ અને ગ્રામ્ય વિસ્તારમાં ૭૦ મળીને કુલ ૧૦૮ જેટલા મહિલા ઉત્કર્ષ યોજનાના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં શહેરી વિસ્તારમાં ૫૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૫૦૦૦ આમ કુલ ૧૦ હજારથી વધુ સખી મંડળો ભાગ લેશે. તદઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે ૨૦૦ આંગણવાડી મકાનોનું લોકાર્પણ તેમજ ૧૪૩ આંગણવાડી મકાનોનું ખાતમૂર્હૂતના કાર્યક્રમો પણ યોજાશે. આ સાથે લુણાવાડા અને નવસારીમાં સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ તેમજ મોડાસા, હિંમતનગર અને ગાંધીનગર ખાતે ખાતમૂર્હૂત કરાશે. 'નારી ગૌરવ દિવસ' નિમિત્તે રાજયની એક લાખથી વધુ બહેનોને બેન્ક ધિરાણ પણ અપાશે, જેમાં વ્યાજની રકમ રાજ્ય સરકાર ભોગવશે.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી તેમજ કૃષિ મંત્રી  આર.સી.ફળદુ તા.૫ મી ઓગસ્ટે 'કિસાન સન્માન દિવસ' નિમિત્તે રાજયભરમાં કિસાન સૂર્યોદય યોજના અને સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત ૧૨૫ જેટલા વિવિધ કાર્યક્રમોનો કચ્છથી શુભારંભ કરાવશે. આ કાર્યક્રમોમાં કિસાન પરિવહન યોજના, ગાય નિભાવ યોજના, છત્રી યોજના, તારની વાડ યોજના, સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ યોજના હેઠળના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે. આ સાથે ૧૨૧ સબ સ્ટેશન તેમજ ૫૬૧ ફીડર દ્વારા ૧૪૦૦ ગામોના આશરે ૧,૧૮,૦૦૦ ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળતો થશે.  તદઉપરાંત રૂપિયા ૭૯ કરોડના ખર્ચે બીજ નિગમ ગોડાઉનના ખાતમૂર્હૂતના કાર્યક્રમો પણ યોજાશે. 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર પાટીલના હસ્તે તા. ૬ ઓગસ્ટે 'રોજગાર દિવસ' અંતર્ગત રાજ્યના યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે તમામ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં ૫૦ જેટલા રોજગાર મેળાઓ સહિતના વિવિધ રોજગારીની તકો અંગેના કાર્યક્રમોનો સુરતથી શુભારંભ થશે. 'રોજગાર દિવસ' નિમિત્તે શિક્ષણ સહાયકો, નર્સો તથા અન્ય વિભાગો અને બોર્ડ કોર્પોરેશનમાં અપાયેલી નિમણૂકો હેઠળ ૫૦ હજાર યુવાઓને નિમણૂંક પત્રો એનાયત કરાશે. આ દિને 'અનુબંધમ્ રોજગાર' પોર્ટલનો પણ મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના હસ્તે શુભારંભ થશે.

૭મી ઓગસ્ટ, ૨૦૨૧ શનિવાર 'વિકાસ દિવસ' ઉજવાશે.

ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ  ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ મહાત્મા મંદિર, ગાંધીનગરથી કાર્યક્રમનો શુભારંભ કરાવશે.

આ દિવસે વતનપ્રેમ યોજનાનો શુભારંભ થશે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત રૂ. ૩૮૨ કરોડના રપ હજાર આવાસોનું લોકાર્પણ અને રૂ. ૭૦૩ કરોડના ૪૬ હજાર આવાસનું ખાતમૂહર્ત થશે. આઇ.ટી.આઇના રૂ. ૨૪૫ કરોડના વિવિધ કામોનું લોકાર્પણ થશે.

આ દિવસે રૂ. ૪૮૯ કરોડની પિયજ-ઉણદ પાઇપલાઇનનું મહેસાણાથી લોકાર્પણ, ડીસા નેશનલ હાઇવેનો નવનિર્મિત રૂ. ૪૬૪ કરોડના બ્રિજનો લોકાર્પણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના અને શહેરી આવાસ યોજનાઓ(EWS/LIG સહિત)ના નિર્માણ પામેલા રૂ. ૩૨૩ કરોડના ૫૧૭૦ આવાસોનું ડ્રો/લોકાર્પણ/ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થશે.

રૂ. ૨૮૬ કરોડના  GEB ૨૧ સબ સ્ટેશનોનું લોકાર્પણ અને ૮ સબ સ્ટેશનનું ખાતમૂહર્ત અને રૂ. ૨૬૫ કરોડની ધાંધુસણથી રેડ લક્ષ્મીપુરા પાઇપલાઇનનું મહેસાણાથી લોકાર્પણ થશે.

વધુમાં વિકાસ દિવસે ગુજરાત રાજય વાહનવ્યવહાર નિગમ દ્વારા રૂ. ૨૫૫ કરોડના ૧૫૧ બસો,  ૫ બસસ્ટેશન અને એક વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાશે. બગોદરા, ધંધુકા, વલ્લભીપુર, ભાવનગર રસ્તાને રૂ. ૧૫૩ કરોડના ખર્ચે ચારમાર્ગીય કરવાનું ખાતમુહૂર્ત કરાશે.

સૌની યોજના - વિકળીયાથી બોર તળાવ (ભાવનગર) ૫૩.૫૩૨ કિ.મી.ની રૂ. ૧૪૬ કરોડની પાઇપલાઇનનું લોકાર્પણ, રૂ. ૯૭ કરોડની ભાસરીયા – મહેસાણા પાઇપલાઇનનું લોકાર્પણ, રૂ. ૭૫ કરોડની માતપુરથી બ્રહમાણવાડા ઉદવહન પાઇપલાઇન યોજનાનું ખાતમૂર્હત અને ગાંધીનગર-અમદાવાદ વચ્ચે રૂ. ૨૩ કરોડના બે બ્રિજનું લોકાર્પણ થશે. આમ કુલ આશરે રૂ. ૩૯૦૬ કરોડના કામોનો લોકાર્પણ અને ખાતમૂર્હત કરવામાં આવશે.

વિકાસ દિવસે જિલ્લા દીઠ ૧ અને મહાનગર પાલિકા દીઠ ૧ મળીને કુલ ૪૧ કાર્યક્રમો યોજાશે. ઉપરાંત, લોકાર્પણ અને ખાતમુહર્તના સ્થળે મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમો યોજવામાં આવશે.

 ૭મી ઓગસ્ટ, ૨૦૨૧ – શનિવારે 'વિકાસ દિવસ'ની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ હિંમતનગરથી સાંધ્ય કાર્યક્રમનો શુભારંભ કરાવશે.

આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનારા કોરોના વોરીયર્સનું સન્માન કરાશે. ૮૧ MT કેપેસિટીના ૧૧૫ PSA ઑકિસજન પ્લાન્ટનો શુભારંભ અને ૧૦૦ ટકા રસીકરણ થયેલ ગામોનું સન્માન કરાશે

આ પ્રસંગે આરોગ્ય વિભાગના ૭૧ કામોના લોકાર્પણ-ખાતમુહર્ત થશે. જે પૈકી, રૂ. ૫૮ કરોડના ખર્ચે નિર્મિત ૧૦ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, ૨૨ પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને ૧૮ સબસેન્ટર્સનું લોકાર્પણ, અને રૂ. ૭૦ કરોડના ખર્ચે નિર્મિત ૨ પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ અને ૧૯ સબસેન્ટર્સનું ખાતમુહૂર્ત થશે.

 તા.૦૮મી ઓગસ્ટ રવિવારે 'શહેરી જન સુખાકારી દિન' ઉજવાશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમમાં રૂ. ૫૮૫૫ કરોડની માતબર રકમના લોકાર્પણ, ખાતામુહૂર્ત અને સહાય વિતરણ થશે. 

 શહેરી જન સુખાકારીની વ્યવસ્થા વધુ સઘન બનાવવા માટે રાજયની ૦૮ મહાનગર પાલિકાઓ અને ૧૫૬ નગરપાલિકાઓને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રૂપિયા ૧૦૦૦ કરોડના ચેકનુ વિતરણ કરાશે. ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ તેમજ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન દ્વારા રૂપિયા ૧૩૮૮ કરોડના ૫૫૧ કામોના લોકાર્પણ અને ખાતમૂર્હૂત થશે.

વર્લ્ડ બેંક દ્વારા અમદાવાદને રૂપિયા ૩ હજાર કરોડની રકમની સૈદ્ધાંતિક મંજુરી, એશિયન ડેવલોપમેન્ટ બેંક દ્વારા રાજકોટના વોટર સપ્લાય પ્રોજેકટની રૂ. ૩૨૮ કરોડની ગ્રાન્ટ, નગરપાલિકાઓમાં રૂ. ૧૦૦ કરોડના વોટર સપ્લાય પ્રોજેકટ અને ગ્રીન સીટી સુરતને રૂ. ૩૮ કરોડની ચુકવણી થશે.

આ દિવસે રાજ્યની ૮ મહાનગરપાલિકામાં તેમજ ૩૨ જિલ્લામાં એક એમ કુલ ૪૦ જેટલા કાર્યક્રમો યોજાશે.

 ૯મી ઓગસ્ટ, ૨૦૨૧ – સોમવાર ના રોજ ગુજરાતભરમાં 'વિશ્વ આદિવાસી દિવસ' ઉજવાશે. આ અંતર્ગત આદિવાસી ૫૩ તાલુકામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને  વનમંત્રી ગણપતસિંહ વસાવા રાજપીપળા (નર્મદા) થી કાર્યક્રમનો શુભારંભ કરાવશે.

આ દિવસે પ લાખ વિદ્યાર્થીઓને પ્રીમેટ્રીક શિષ્યવૃત્તિ હેઠળ રૂ. ૮૦ કરોડની ચુકવણી થશે. બીરસા મુંડા આદિવાસી વિશ્વ વિદ્યાલયનું ખાતમુહૂર્ત કરાશે. હળપતી આવાસ યોજના હેઠળ ૨૦૦૦ આવાસો તેમજ અન્ય આવાસ યોજના હેઠળ ૧૦૦૦ આવાસોના હુકમો આપવામાં આવશે. વ્યકિતગત યોજનાના કુલ ૨૦૦૦૦ લાભાર્થીઓને રૂ. ૫૬ કરોડની સહાયનું વિતરણ કરાશે. ૩૫૫ કરોડના ખર્ચે ૧૪૯ કામોનું લોકાર્પણ અને ૪૬૨ કરોડના ખર્ચે ૩૭ કામોનું ખાતમુહર્ત એમ કુલ ૮૧૭ કરોડ રૂપિયાના વિકાસકામોનો લાભ આદિવાસી જનતાને મળશે.

રાજ્યના મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રીસહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, બોર્ડ – કોર્પોરેશનના ચેરમેનો, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યઓ તથા સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોને સાથે રાખીને આ કાર્યક્રમો નિશ્ચિત કરવામાં આવ્યા છે.(૯.રપ)

સરકારશ્રીના પ વર્ષની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રીનો જીલ્લા પ્રવાસ

 

 

 

 

તારીખ

થીમ

સુચિત જીલ્લો

સાથે રહેનાર મંત્રી

 

૧ ઓગષ્ટ (રવિ)

જ્ઞાન શકિત દિવસ

ગાંધીનગર

મંત્રી ભુપેન્દ્રસિંહજી- સી.આર. પાટીલ

 

ર ઓગષ્ટ (સોમ)

સંવેદના દિવસ

રાજકોટ

મંત્રી ઇશ્વરભાઇ પરમાર

 

૩ ઓગષ્ટ (મંગળ)

અન્નોત્સવ દિવસ

દાહોદ

મંત્રી જયેશભાઇ રાદડિયા

 

૪ ઓગષ્ટ (બુધ)

નારી ગૌરવ દિવસ

વડોદરા

મંત્રી વિભાવરીબેન

 

પ ઓગષ્ટ (ગુરૂ)

કિસાન સન્માન

કચ્છ

મંત્રી આર.સી. ફળદુ

 

૬ ઓગષ્ટ (શુક્ર)

રોજગાર દિવસ

સુરત

મંત્રી સૌરભભાઇ પટેલ- સી.આર. પાટીલ

 

૭ ઓગષ્ટ (શનિ)

વિકાસ દિવસ

ગાંધીનગર

નાયબ નાયબ મુખ્યમંત્રી-સી.આર. પાટીલ

 

સવારે

 

(મહાત્મા મંદિર)

 

 

સાંજે

 

સાબરકાંઠા

નાયબ મુખ્યમંત્રી

 

૮ ઓગષ્ટ (રવિ)

શહેરી જનસુખાકારી

અમદાવાદ

મંત્રી પ્રદીપસિંહજી

 

 

દિવસ

 

 

 

૯ ઓગષ્ટ (સોમ)

વિશ્વ આદિવાસી

નર્મદા

મંત્રી ગણપતભાઇ

 

 

દિવસ

(રાજપીપળા)

 

 

(3:48 pm IST)