Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સેન્સેક્સમાં ૨૦૯, નિફ્ટીમાં ૬૯ પોઈન્ટ ઊછાળો નોંધાયો

મેટલ, બેન્કીંગ કંપનીઓના શેરોમાં ભારે લેવાલી : ટાટા સ્ટીલના શેરોમાં ૬.૮૭ ટકા, બજાજ ફિનસર્વમાં ૪.૪૮ ટકા, એસબીઆઈમાં ૩.૮૩ ટકાનો ઊછાળો

 

મુંબઈ, તા.૨૯ : સ્થાનિક શેર બજાર ગુરુવાર એટલે કે ૨૯ જુલાઈએ ખૂબજ વધુ ઊછાળા સાથે બંધ થયા. મેટલ, બેક્નિંગ અને ફાયનાન્સ કંપનીઓના શેરોમાં લેવાલીને લીધે બીએસઈ સેન્સેક્સ ૨૦૯.૩૬ એટલે કે .૪૦ ટકાની તેજી સાથે ૫૨,૬૫૩.૦૭ પોઈન્ટના સ્તરે બંધ થયો. એનએસઈ નિફ્ટી પણ ૬૯.૦૫ એટલે કે .૪૪ ટકાની વૃધ્ધિ સાથે ૧૫,૭૭૮.૪૫ પોઈન્ટના સ્તરે બંધ થયો. નિફ્ટી

બીએસઈ સેન્સેક્સ પર ટાટા સ્ટીલના શેરોમાં સર્વાધિક .૮૭ ટકા, બજાજ ફિનસર્વમાં .૪૮ ટકા, એસબીઆઈમાં .૮૩ ટકા, એચસીએલ ટેકમાં .૫૪ ટકા, સન ફાર્મામાં .૨૮ ટકા અને બજાજ ફાનાન્સમાં .૧૭ ટકાનો ઊછાળો જોવા મળ્યો હતો. ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસ, ટાઈટન, ટેક મહિન્દ્રા, ઈન્પોસિસ, એમએન્ડએમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, એલએન્ડટી, એનટીપીસીના શેર લીલા નિશાન સાથે બંધ થયા હતા.

સેન્સેક્સ પર મારૂતિના શેરમાં સૌથી વધુ .૨૧ ટકા, પાવર ગ્રીડના શેરમાં .૧૩ ટકા, બજાજ ઓટોના શેરમાં .૫૧ ટકા અને આઈટીસીના શેર .૫૧ ટકાની તૂટ સાથે બંધ થયા હતા. ઉપરાંત ડો. રેડ્ડીસ, એચયુએલ, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી, નેસ્લે ઈન્ડિયા, એશિયન પેઈન્ટસ, ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેંક, ટીસીએસ અને એચડીએફસી બેંકના શેર લાલ નિશાન સાથે બંધ થયા હતા. રિલાયન્સ સિક્યોરિટીસના પ્રમુખ (રણનીતિ) વિનોદ મોદીએ કહ્યું કે સકારાત્મક વૈશ્વિક સંકેતો અને મેટલ તેમજ આઈટી સ્ટોકમાં મજબૂત લેવાલીથી સ્થાનિક બજારોમાં રિકવરી જોવા મળી હતી. તેમણે કહ્યું કે કેટલિક હેવિવેઈટ કંપનીઓના શેરમાં થોડો સુધારો જોવા મળ્યો. આનાથી પણ બજારને થોડી મજબૂતી મળી હતી. જોકે, ઓટો, એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાં સુસ્તી જોવા મળી. મોટાભાગના પ્રમુખ સેક્ટોરલ ઈન્ડેક્સ લીલા નિશાન સાથે બંધ થયા હતા. ઉલ્લેખનીય છે કે ક્વોલિટી વાળા મિડકેપ અને સ્મોલ કેપ સ્ટોકમાં મજબૂત લેવાલી જોવા મળી. સેક્ટર્સમં હાલ ગિરાવટ જોવા મળી હતી. અન્ય એશિયન બજારોની વાત કરીએ તો શાંઘાઈ હોંગકોંગ, ટોક્યો અને સિઓલમાં શેર બજાર લીલા નિશાન સાથે બંધ થયા હતા. યૂરોપિયન બજારોમાં બપોરના સત્રમાં તેજી જોવા મળી હતી.

(7:04 pm IST)