Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ચોમાસુ સત્રમાં 7 દિવસની કાર્યવાહી માત્ર 12 કલાક ચાલી સંસદ: 53.85 કરોડ બર્બાદ

લોકસભા 4 કલાક અને રાજ્યસભા માત્ર 8.2 કલાક જ ચાલી શકી :પેગાસસ જાસૂસી કાંડ પર ચર્ચાની માંગને લઈને વિપક્ષ અડગ :સરકાર ટસની મસ થવા માટે તૈયાર નથી.

નવી દિલ્હી : ચોમાસુ સત્રનો બીજો સપ્તાહ ખત્મ થવામાં છે, પરંતુ સંસદમાં શાંતિ ભંગનો સિલસિલો યથાવત છે. પેગાસસ જાસૂસી કાંડ પર ચર્ચાની માંગને લઈને વિપક્ષ સતત અનેક માંગોને લઈને બેસ્યું છે તો સરકાર પર ટસની મસ થવા માટે તૈયાર નથી.19 જૂલાઈથી શરૂ થયેલા મોનસૂન સત્રમાં માત્ર 9 દિવસ સંસદ ચાલી છે. પાછલા 7 દિવસોની કાર્યવાહીની વાત કરીએ તો લોકસભા 4 કલાક અને રાજ્યસભા માત્ર 8.2 કલાક જ ચાલી શકી છે.

લોકસભામાં 38 કલાક હંગામાની ભેટ ચડી ગયા, જ્યારે રાજ્યસભામાં 33.8 ક્લાક સ્વાહા થઈ ગયા. આ દરમિયાન બંને ગૃહોને મળીને સરકારી ખજાનાના 53.85 કરોડ રૂપિયા બર્બાદ થઈ ગયા છે. સંસદની એક કલાકની કાર્યવાહીનો ખર્ચ લગભગ અઢી લાખ રૂપિયા છે.

તે મુખ્ય મુદ્દા, જેમના પર હંગામો થયો

નિશિકાંત દૂબે Vs મહુઆ મોઈત્રા: લોકસભામાં ગુરૂવારે બીજેપી સાંસદ નિશિકાંત દૂબેએ ટીએમસી સાંસદ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું કે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ મને બિહારી ગુડો ગણાવ્યો. તેમને કહ્યું કે, આઈટી સાથે જોડાયેલ સંસદી સમિતિની બેઠક દરમિયાન મહુઆ મોઈત્રાએ તે શબ્દ કહ્યાં. તે વિભાજનકારી રાજનીતિ છે. નિશિકાંત દૂબેએ આ બાબતે ફરિયાદ પણ કરી છે.

ઓક્સિજનની અછતથી એકપણ મોત નહીં: 21 જૂલાઈએ કેન્દ્ર સરકારે રાજ્યસભાને એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું કે, કોવિડ-19 મહામારીની બીજી લહેર દરમિયાન કોઈપણ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશથી ઓક્સિજનના અભાવમાં એકપણ દર્દીનું મોતના સમાચાર નથી. તે પછી સરકાર વિપક્ષના નિશાના પર આવી ગઈ અને આ મુદ્દા ઉપર પણ સંસદમાં ખુબ જ હંગામો થયો. કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપલે રાજ્યસભામાં ઓક્સિજનની અછતથી થનારા મોતોને લઈને પ્રશ્ન કર્યા હતા.

ખેડૂતોનો મુદ્દો: નવા કૃષિ કાયદાઓના મુદ્દા ઉપર પણ સંસદમાં હંગામો ચાલી રહ્યો છે. શિરોમણી અકાલી દળના સાંસદ પાછલા નવ દિવસથી સંસદ પરિસદમાં પ્રદર્શન કરી રહ્યાં છે. પાછલા દિવસોમાં રાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવતા સંસદ પહોંચી ગયા છે. તે ઉપરાંત ખેડૂત સંગઠન 22 જૂલાઈથી ચોમાસા સત્ર દરમિયાન જંતર-મંતર પર ખેડૂત આંદોલન વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે.

પેગાસસ જાસૂસી કાંડ: સંસદની કાર્યવાહી સૌથી વધારે આ મુદ્દાને કારણે પ્રભાવિત રહ્યો છે. સત્રની શરૂઆતથી ઠિક એક દિવસ પહેલા આવેલા આ પ્રકરણને લઈને વિપક્ષી વડાપ્રધાન અને ગૃહમંત્રી પાસે જવાબ માંગી રહ્યાં છે. સંસદમાં પેગાસસ કાંડને લઈને નારાઓ પણ સાંભળવા માળ્યા છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું તે કે, પેગાસસના મુદ્દા પર કોઈપણ રીતની સમજૂતિ કરવામાં આવશે નહીં અને સરકારને જવાબ આપવો જ પડશે. આ મુદ્દા પર 14 વિપક્ષી પાર્ટીઓ એક થઈ ગઈ છે.

(7:31 pm IST)