Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

પેગાસસ જાસૂસી વિવાદ : 500 ઉપરાંત વ્યક્તિઓ તથા સંગઠનોએ ભારતના ચીફ જસ્ટિસ શ્રી એન.વી.રમન્નાને પત્ર લખી હસ્તક્ષેપ કરવા માંગણી કરી : પેગાસસ સ્પાઇવેરની ખરીદી ઉપર રોક લગાવવા વિનંતી કરી : આ સ્પાઇવેરનો ઉપયોગ શિક્ષણશાસ્ત્રીઓ ,પત્રકારો , માનવ અધિકાર કાર્યકરો ,સહિતનાઓ ઉપર થઇ રહ્યો હોવાની રાવ

ન્યુદિલ્હી : પેગાસસ જાસૂસી વિવાદ મામલે સંસદમાં હોબાળો થયા બાદ તેમજ અનેક પ્રશ્નો ઉભા થવા છતાં સરકાર મચક આપવા તૈયાર ન હોવાથી દેશના  500 ઉપરાંત વ્યક્તિઓ તથા સંગઠનોએ ભારતના ચીફ જસ્ટિસ શ્રી એન.વી.રમન્નાને પત્ર લખી હસ્તક્ષેપ કરવા માંગણી કરી છે.તથા તેની ખરીદી ઉપર રોક લગાવવા વિનંતી કરી છે.

પત્રોમાં આ સ્પાઇવેરનો ઉપયોગ શિક્ષણશાસ્ત્રીઓ ,પત્રકારો , માનવ અધિકાર  કાર્યકરો , વકીલો ,સરકારી અધિકારીઓ ,સહિતનાઓ ઉપર થઇ રહ્યો હોવાની રાવ કરી છે.

મીડિયામાં પ્રસારિત થયેલા સમાચારોને ટાંકીને પત્રોમાં જણાવાયું છે કે આ બાબત બંધારણ મુજબ વ્યક્તિના ગોપનીયતાના અધિકારના ભંગ સમાન છે. માનવ અધિકાર કાર્યકર્તાઓને જેલમાં મોકલાઈ રહ્યા છે.સરકારના આતંકના ડિજિટલ સ્વરૂપ આ જાસૂસી ઉપર રોક લગાવવો જરૂરી હોવા આગ્રહ કર્યો છે. આ પત્રો પર અરુણા રોય, અંજલિ ભારદ્વાજ, હર્ષ મંદિર, વૃંદા ગ્રોવર, ઝુમા સેના જેવા નાગરિક અધિકાર કાર્યકરો તથા જાણીતા વકીલો દ્વારા સહી કરવામાં આવી છે. જેમાં 300 ઉપરાંત મોબાઈલ ફોનની જાસૂસી કરી હોવાનું પણ જણાવ્યું છે.  તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:09 pm IST)