Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

કોરોના મૃત્યુઆંકમાં ભારત મેકિસકોને વટાવી વિશ્વમાં ત્રીજા ક્રમે

નવી દિલ્હી, તા.૨૯: ભારતમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. શુક્રવારે ફરી એક વખત એક જ દિવસમાં કોરોનાના ૭૭,૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. પીટીઆઈની રાજયવાર ટેલી મુજબ દેશમાં શુક્રવારે એક દિવસમાં કોરોનાના ૭૭,૦૫૦ કેસ નોંધાયા હતા જયારે ૧,૦૩૦નાં મોત નીપજયાં હતાં. આ સાથે કોરોનાના કુલ કેસ ૩૪,૫૩,૩૩૫ થયા છે જયારે મૃત્યુઆંક ૬૨,૬૨૫ થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૨૬,૪૦,૦૮૮ દર્દીઓ સાજા થયા છે. રિકવરી રેટ ૭૬.૪૫ ટકા થયો છે.

જોકે, વિશ્વમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખતી વેબસાઈટ વર્લ્ડોમીટરના આંકડા મુજબ ભારતમાં કોરોનાના કુલ કેસ ૩૪,૫૪,૫૧૩ થયા છે જયારે મૃત્યુઆંક ૬૨,૬૬૯ થયો છે. આ સાથે ભારત કોરોનાથી મૃત્યુઆંકના સંદર્ભમાં વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે.

કોરોનાના કેસ અને મૃત્યુઆંકની આ યાદીમાં અમેરિકા ૬૦,૫૯,૯૫૧ કેસ અને ૧,૮૫,૧૬૦ મૃત્યુઆંક સાથે પ્રથમ ક્રમે છે. બ્રાઝિલ ૩૭,૬૪,૪૯૩ કેસ અને ૧,૧૮,૭૨૬ મૃત્યુઆંક સાથે બીજા ક્રમે છે. હવે ચોથા ક્રમે ધકેલાઈ જનારા મેકિસકોમાં કોરોનાના કેસ ૫,૭૯,૯૧૪ થયા છે અને મૃત્યુઆંક ૬૨,૫૯૪ છે.

કોરોનાના કેસની દૃષ્ટિએ જોઈએ તો બીજા ક્રમના બ્રાઝિલ અને ત્રીજા ક્રમે રહેલા ભારત વચ્ચે કેસનું અંતર સતત દ્યટીને ૩,૦૯,૯૮૦ રહી ગયું છે. ભારતમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના ૭૫,૦૦૦થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ભારતમાં કોરોનાના કેસ આ જ ગતિએ વધતા રહેશે તો આગામી સપ્તાહે કોરોનાના કેસની દૃષ્ટિએ ભારત અમેરિકા પછી બીજા ક્રમે પહોંચી જશે.

ભારતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારના કોરોના વિરૂદ્ઘ 'ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ'ના અભિગમના કારણે કોવિડ-૧૯ની રિકવરી રેટ સતત વધી રહ્યો છે જયારે મૃત્યુદર ઘટી રહ્યો છે. શુક્રવારે દેશમાં કોરોનાના એકિટવ કેસ કરતાં રિકવર કેસની સંખ્યા ૧૮ લાખ વધુ હતી.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ મહિનામાં કોરોનાના ત્રણ ચતુર્થાંશ દર્દીઓ સાજા થઈ ગયા છે અને એક ચતુર્થાંશ દર્દીઓ જ એકિટવ છે. કોરોનાની અસરકારક સારવારને પગલે દેશમાં મૃત્યુદર વધુ ઘટીને ૧.૮૨ ટકા થયો છે. હાલમાં કોરોનાના એકિટવ કેસ કરતાં રીકવર થયેલા દર્દીઓની સંખ્યા ૩.૫ ગણી વધુ છે.

દેશમાં કોરોનાના નિદાન માટે અત્યાર સુધીમાં થયેલા કુલ ટેસ્ટની સંખ્યા ચાર કરોડ નજીક પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાના નિદાન માટે અત્યાર સુધીમાં ૩,૯૪,૭૭,૮૪૮ સેમ્પલ લેવાયા છે જયારે છેલ્લા બે સપ્તાહમાં એક કરોડથી વધુ સેમ્પલના ટેસ્ટ થયા છે. દેશમાં પ્રતિ ૧૦ લાખ વ્યકિતએ કોરોનાના ટેસ્ટની સંખ્યા વધીને ૨૮,૬૦૭ થઈ છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

દેશના છેલ્લા ૨૪ કલાકમાં  કોરોનાના કેસ

. મહારાષ્ટ્રઃ ૧૪,૪૨૭

. આંધ્રપ્રદેશઃ ૧૦,૫૨૬

. કર્ણાટકઃ ૮,૯૬૦

. તમિલનાડુઃ ૫,૯૯૬

. ઉત્ત્।રપ્રદેશઃ ૫,૪૪૭

. ઓડિશાઃ ૩,૬૮૩

. પુણેઃ ૩,૬૪૭

. પશ્ચિમ બંગાળઃ ૨,૯૮૨

. તેલંગાણાઃ ૨,૯૪૨

. બેંગ્લોરઃ ૨,૭૨૧

.આસામઃ ૨,૫૬૦

.કેરળઃ ૨,૫૪૩

.બિહારઃ ૧,૯૯૮

.દિલ્હીઃ ૧,૮૦૮

.પંજાબઃ ૧,૫૪૨

.રાજસ્થાનઃ ૧,૩૫૫

.થાણેઃ ૧,૩૧૧

.હરિયાણાઃ ૧,૨૯૮

.ગુજરાતઃ ૧,૨૭૩

.મધ્યપ્રદેશઃ ૧,૨૫૨

.મુંબઇઃ ૧,૨૨૦

.ઝારખંડઃ ૧,૧૩૭

.છત્ત્।ીસગઢઃ૧,૦૨૫

.જમ્મુ-કાશ્મીરઃ ૬૯૯

.પુડ્ડુચેરીઃ ૫૯૦

.ઉત્ત્।રાખંડઃ ૫૮૮

.ગોવાઃ ૫૨૫

.ત્રિપુરાઃ ૪૪૩

.ચંદીગઢઃ ૧૬૦

.હિમાચલ પ્રદેશઃ ૧૩૬

.મણિપુરઃ ૧૧૮

.અરુણાચલ પ્રદેશઃ ૧૧૨

.મેદ્યાલયઃ ૧૦૯

(11:13 am IST)