Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ગઇકાલે સૌથી વધુ અ..ધ..ધ..ધ ૭૮ કેસ નોંધાયાઃ આજે નવા ૪૦ રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ શહેરનો કુલ આંક ૩૦૧૮: ગઇકાલે ૨૨ દર્દીઓએ કોરોના સામે જંગ જીતતા કુલ ડિસ્ચાર્જ ૧૫૪૬ થયાઃ રિકવરી રેટ ૫૧.૯૧ ટકાએ પહોંચ્યો

રાજકોટ,તા.૨૯: શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવાં તંત્ર વાહકો, નાગરિકે તમામ મોરચે, એડી ચોટીનું જોર લગાવીને પ્રયાસો કરી રહ્યા છે. છતાં કોરોના કેસ ઓછા થવાનું નામ નથી લેતા આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૦પોઝીટીવ કેસ મળી આવતાં તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી. ગઇકાલે એક દિવસમાં સૌથી વધુ ૭૮ કેસ નોંધાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

 

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૩૦૧૮ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૫૪૬ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૫૧.૯૧ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૫૦૩ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૭૮ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૨૨ ટકા થયો  હતો. જયારે ૨૨ દર્દીઓને સાજા થયા હતા.  છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૫૮,૪૮૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૦૧૮ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૫.૦૯ં ટકા થયો છે.

(2:47 pm IST)