Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

સુશાંતે રિયા પાછળ ૧૦ મહીનામાં ખર્ચ્યા ૪.૫ કરોડથી વધુ

સુશાંતના બેંક ખાતા સાથે જોડાયેલી અનેક માહિતી રિયાના દાવાને ખોટી સાબિત કરે છે

મુંબઇ તા. ૨૯ : સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલાની તાપસ કરી રહેલી CBIની ટીમને દરરોજ આ કેસ સાથે જોડાયેલી નવી જાણકારી હાંસેલ થઇ રહી છે. સુશાંતનાં આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપનો સામનો કરી રહી છે. તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ભલે જ મીડિયાનાં સામે કહેતી હોય કે સુશાંતનાં પૈસાથી તેનો અને તેનાં પરિવારને કોઇ લેવા દેવા નથી. પણ સુશાંતનાં બેંક અકાઉન્ટની કેટલીક એવી જાણકારી મળી છે જે રિયાનાં તમામ દાવાઓ ખોટા સાબિત કરે છે.

ઇન્ડિયા ટૂડેમાં પ્રકાશિત ખબર મુજબ, સુશાંત સિંહ રાજપૂતનાં બેંક અકાઉન્ટથી થનારા નાણાની લેવડ દેવડનાં સ્વતંત્ર વિશ્લેષણ કરી રહેલી દિલ્હીની નમ્રતા કનોડિયાએ જણાવ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂતનાં એક બેંક ખાતાથી ગત ૧૦ મહિનામાં ૪.૫ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચો કરવામાં આવ્યો હતો. આ પૈસા ફરવામાં, આરામદાયક જીવન જીવવામાં, દાન અને આધ્યાત્મિક ગતિવિધિઓ પર ખર્ચાં પાછળ કરવામાં આવ્યો હતો. અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે, આ ખર્ચામાં સૌથી મોટો હિસ્સો રિયા ચક્રવર્તી અને તેનાં ભાઇ શૌવિક ચક્રવર્તી પર કરવામાં આવ્યો છે.

કનોડિયાએ કહ્યું કે, જયારે અમે મુંબઇમાં સુશાંત સિંહ રાજપૂતનાં એક બેંક અકાઉન્ટનું વિશ્લેષણ કરી રહ્યાં હતાં તો અમે જાણ્યું કે, રિયા અને તેનાં ભાઇ પર ઘણી બધી જગ્યાએ ઘણી વખત ખર્ચો કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, ગત વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધી કૂલ ૪.૬ કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો. જેમાં તેનાં પ્રવાસ પર આશરે ૪૨ લાખ રૂપિયા, પવના (મહારાષ્ટ્ર)માં એક ફાર્મહાઉસ પર ૩૩ લાખ રૂપિયા અને વ્યકિતગત ખર્ચા તરીકે રૂપિયા ૧.૧ કરોડ રૂપિયા ખર્ચો કરવામાં આવ્યો હતો.

રિયા અને તેનાં ભાઇ પર ૯.૫ લાખ રૂપિયા ખર્ચો કરવામાં આવ્યો- બેંક ખાતાની તપાસમાં માલૂમ પડ્યું કે, રિયા ચક્રવર્તી અને તેનાં ભાઇ પર ૯.૫ લાખ રૂપિયા ખર્ચો કરવામાં આવ્યો હતો. જેમાં ફલાઇટ ટિકિટ પર ૧.૭ લાખ રૂપિયા, રિયાનાં ભાઇએ હોટલમાં રોકાવાં પર ૪.૭૨ લાખ રૂપિયા અને રિયાની શોપિંગ, મેકઅપ અને અન્ય ચીજો પાછળ ૩.૪ લાખ રૂપિયા ખર્ચો કર્યો છે. આપને જણાવી દઇએ કે, મીડિયાને આપેલાં એક ઇન્ટરવ્યૂમાં રિયાએ કહ્યું હતું કે, તે સુશાંતનાં પૈસાથી દૂર રહેતી હતી. તેણે કહ્યું કે, તે સુશાંતની સાથે એક કપલની જેમ જ રહેતી હકતી. પણ સુશાંતનાં પૈસાથી તેને કોઇ જ લેવા દેવા ન હતો. જોકે, રિયાએ સ્વીકાર્યું હતું કે, તેણે સુશાંત સાથે ફોરેનટ્રિપ કરી હતી જેનો ખર્ચો સુશાંતે ઉઠાવ્યો હતો.

સુશાંતનાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંદીપ શ્રીધરે મીડિયાને આપેલાં ઇન્ટરવ્યૂમાં ભારપૂર્વક કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતનાં બેંક ખાતામાંથી રિયા ચક્રવર્તી કે તેનાં પરિવારનાં સભ્યો પર કોઇ મોટો ખર્ચ કરવામાં આવ્યો નથી. રિયાનાં ખાતામાં અમુક હજાર રૂપિયા સીવાય કોઇ મોટો ટ્રાન્જેકસન કરવામાં આવ્યો નથી. એક વખત રિયાની માતાએ તેનાં અકાઉન્ટમાં ૩૩,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. જેનાં પર તેણે કહ્યું હતું કે રિયા એક ફિલ્મ સ્ટાર હતી અને તેથી જ તે તેણે તેવી રીતે જીવવાની આદત હતી. જોકે તે સમયે સુશાંત અને રિયા કપલની જેમ રહેતા હતાં.

(1:06 pm IST)