Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

આંબલીયા અને કપાસના કચરામાંથી બનશે પાવરફુલ બેટરી વૈજ્ઞાનિકોની શોધથી ઇલકેટ્રીક વાહનો થશે સસ્તા

ચેન્નાઇ, તા. ર૯:  હવે એ દિવસો દૂર નથી જયારે સસ્તા ઇલેકટ્રીક અને હાઇબ્રીડ વાહનો લોકો માટે સુલામ બનશે. જે લોકો કિંમતના કારણે આ વાહનો નથી ખરીદતા તેમના માટે પણ આ રાહતના સમાચાર છે. આવા વાહનો પોતાની બ્રેકિંગ પ્રણાલીની સાથે સાથે સ્ટાર્ટ થવા અને રોકાવા માટે બેટરીઓ પર નિર્ભર છે. ભારતીય વૈજ્ઞાનિકોના પ્રયાસોના કારણે ટુ઼ક સમયમાં આમલીના બી અને કપાસના કચરાનો ઉપયોગ કરીને ઓછા ખર્ચવાળી પાવરફુલ બેટરીઓ બનાવી શકાશે.

સુપર કેપેસીટરની માંગને જોતા વિજ્ઞાન અને ટેકનીકલ વિભાગ, અંતગૃત સ્વાયત સંસ્થાના ઇન્ટરનેશનલ એડવાન્સ રિચર્સ સેન્ટર ફોર પાવડર મેટલર્જી એન્ડ ન્યુ મટીરીયલ (એઆરસીઆઇ) ચેન્નાઇએ આમલીના બી અને ઔદ્યોગિક કપાસના કચરામાંથી સસ્તી ઇલેકટ્રીક સામગ્રી બનાવી છે.

(2:32 pm IST)