Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

કોરોના અસરથી જીએસટી કલેકશનમાં નોંધાઇ ઘટ : કેન્દ્ર મદદ કરે તેવી રાજયોની અપેક્ષા

નવી દિલ્હી તા. ૨૯ : જીએસટીને લઇને દરેક રાદયો અને કેન્દ્ર વચ્ચે વિવાદ વધુ વકરી રહ્યો છે. રાજયો જીએસટી પરના સવાલોને લઇને ગુરૂવારે મળે જીએસટી કાઉન્સીલની બેઠકમાં કોઇ નકકર નિર્ણય જાહેર કરી શકાયો નહોતો. રાજયોએ ખરાબ સ્થિતી વર્ણવી તેમને કલેકશનમાં આવેલ ઘટની ભરપાઇ કેન્દ્ર સરકાર કરે તેવી માંગણી કરી છે. જો કે કેન્દ્રએ સાફસાફ કહી દીધી છે કે તેમને આવુ વળતર આપવા પૈસા નથી. રાજયોને થયેલ નુકશાની તે નહીં ભરપાઇ કરી શકે.

કેન્દ્રએ જણાવ્યુ છે કે ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ માં જીએસટી કલેકશનમાં ઓછામાં ઓછા ૨.૩૫ લાખ રૂપિયાની ખોટ આવી એ સાચુ છે. રાજયોને આ માટે બે વિકલ્પ આપવામાં આવ્યા છે. પહેલો વિકલ્પ એ છે કે કેન્દ્ર બજારમાં ઉધારી કરીને રાજયોને પૈસા આપે. બીજો વિકલ્પ એ છે કે રાજયો આરબીઆઇ પાસેથી લોન મેળવે.

હવે સવાલ એ છે કે રાજય જો સીધા જ આરબીઆઇ પાસેથી ઉધારી મેળવે તો શું આરબીઆઇ આપશે? આરબીઆઇની શરતો શું હશે?

કોવિડ-૧૯ એ હાલ દરેકની સ્થિતી ખરાબ કરી નાખી છે. આર્થિક ગતિવિધિને મોટો ફટકો પડી રહ્યો છે. આ કારણથી જ રાજયોના જીએસટી કલેકશનમાં ઘટાડો નોંધાયો છે. આ ભરણુ કરવા ૩.૧ થી લઇને ૩.૬ લાખ કરોડ રૂપિયાની જરૂર પડી શકે છે.

આ અનુમાન જીએસટી કલેકશનના હાલના બદલાવને ધ્યાને લેતા જીએસટી કલેકશન ૬૫% થઇ રહ્યુ છે. રાજયોને દર મહિને જીએસટી કમ્પન સેશનમાં ૨૬ હજાર કરોડ રૂપિયાની જરૂર પડશે. જો કે કેન્દ્રએ આ સમયે જીએસટી દરો અને ઇન્વર્ટેડે ડયુટી સ્ટ્રકચરમાં સુધારો આગળ ધર્યો છે. કોઇ કાળે જીએસટીની ખોટ સહી શકાય તેમ ન હોવાનું કેન્દ્રએ મકકમતાથી જણાવ્યુ છે. ત્યારે સામે ઉદ્યોગકારો જીએસટી ઘટાડવાની માંગ કરી રહ્યા છે. આમ બરાબરની મડાગાંઠ સર્જાઇ છે.

(2:32 pm IST)