Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

રીયા ચક્રવર્તીનો પોલીગ્રાફી ટેસ્ટ કરાવી શકે છે CBI: થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી!

આજે સીબીઆઈ રિયાની પૂછપરછ કરી શકે છે

મુંબઇ, તા.૨૯: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં અત્યાર સુધીમાં અનેક મોટા ખુલાસા થઈ ચૂકયા છે. જેમ જેમ આ કેસમાં સીબીઆઈની તપાસ આગળ વધી રહી છે તેમ તેમ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (રિયા ચક્રવર્તી) તેમાં ફસાતી જોવા મળી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હવે સીબીઆઈ રિયાનો પોલીગ્રાફી ટેસ્ટ (Lie Detector Test) કરાવી શકે છે.

સીબીઆઈના અધિકારીઓની યાદીમાં રિયા સહિત કેટલાક લોકોના નામ મોખરે છે જેમના ટેસ્ટ કરાવવા પર વિચાર થઈ રહ્યો છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ અધિકૃત પુષ્ટિ થઈ નથી. પરંતુ જો આ ટેસ્ટ કરાવવાની મંજૂરી મળશે તો સીબીઆઈ રિયા ચક્રવર્તી સહિત યાદીમાં સામેલ તમામ લોકોને દિલ્હી બોલાવીને તેમના ટેસ્ટ કરાવી શકે છે. જાણકારોનું માનીએ તો એક-બે તબક્કાની પૂછપરછ બાદ સીબીઆઈ આ મામલે છેલ્લો નિર્ણય લેશે.

એવા પણ ખબર છે કે આજે સીબીઆઈ રિયાની પૂછપરછ કરી શકે છે. આ સાથે એમ પણ માહિતી મળી રહી છે કે સીબીઆઈ સિદ્ઘાર્થ, સેમ્યુઅલ, શૌવિક, નીરજ, દીપેશ અને રિયાને આમને સામને બેસાડીને પૂછપરછ કરી શકે છે. વિશેષ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સુશાંત કેસમાં આવેલા ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલ નારકોટિકસ કંટ્રોલ બ્યુરો (NCB) પણ રિયાને સમને પાઠવી શકે છે.

(3:34 pm IST)