Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

બસમાં કંડક્ટરે મહિલા ઉપર બળાત્કાર ગુજાર્યોઃ હાહાકાર

લખનઉથી દિલ્હી જઇ રહેલી બસમાં કંડક્ટરે એક મહિલા ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના મથુરા પંથકમાં બની હતી. વહેલી સવારે ૫ વાગ્યે ઘટના સર્જાઇ ત્યારે બસમાં ૪૦ મુસાફરો હતો. કોઇ મહિલાએ બસના નંબર સાથે પોલીસને જાણ કરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. ટોલનાકા ઉપર બસ ઉભી રહી ત્યારે મહિલાએ દેકારો કરતા યાત્રીકોને જાણ થયેલ. તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(3:49 pm IST)