Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

અમેરિકામાં કોરોના અટકાવવા નવી પદ્ધતિની તપાસઃ ‘પૂપ'થી ઓળખાતી આ પદ્ધતિમાં ગંદા પાણીના સેમ્‍પલો ટેસ્‍ટીંગ કરીને કોરોના પોઝીટીવને શોધવામાં આવે છે

ન્યૂયોર્ક: અમેરિકાની એરિઝોના યુનિવર્સિટીએ કોરોના પર કાબૂ મેળવવા એક અલગ રીત શોધી કાઢી છે. જેમાં સીવેજના ગંદા પાણીના ટેસ્ટિંગના દમ પર કોરોનાને રોકવાનું શક્ય બન્યું છે. એરિઝોના યુનિવર્સિટીએ આ માટે વિદ્યાર્થીઓની એક હોસ્ટેલની પસંદગી કરી અને તે હોસ્ટેલથી નીકળનારા સીવેજનું સતત ટેસ્ટિંગ કર્યું. આ દરમિયાન ટીમને તે સીવેજમાંથી કોરોના વાયરસની હાજરીની જાણ થઈ. ત્યારબાદ હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. આ ટેસ્ટિંગ દરમિયાન એવા વિદ્યાર્થીઓની ઓળખ કરાઈ જે કોરોના સંક્રમિત હતાં. પરંતુ તેમની અંદર કોરોનાના કોઈ લક્ષણ નહતાં. રિપોર્ટ્સ મુજબ કોરોના સંક્રમણને પકડવા માટે આ પદ્ધતિ ખુબ કારગર સાબિત થઈ શકે છે.

કેમ્પસના 311 વિદ્યાર્થીઓમાંથી 2માં સંક્રમણની ઓળખ

એરિઝોના યુનિવર્સિટીના આ કેમ્પસમાં 311 વિદ્યાર્થીઓ રહે છે. કેમ્પસના પ્રેસિડેન્ટ રોબર્ટ રોબિન્સે કહ્યું કે 'અમે 311 વિદ્યાર્થીઓના ટેસ્ટ ક્યાં જે ડોરમેટરીમાં રહે છે. અમે આ તમામના એન્ટીજેન ટેસ્ટ કર્યાં. જેમાંથી બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યાં. અમે તેમના તમામ સંપર્કોને ટ્રેસ કર્યાં અને તમને આઈસોલેશનમાં મોકલી દીધા.'

અમેરિકામાં એક લાખ 80 હજારથી વધુ મૃત્યુ

નોંધનીય છે કે હાલ કોરોના વાયરસ મહામારીનો સૌથી વધુ પ્રકોપ અમેરિકામાં જોવા મળ્યો છે. અમેરિકામાં એક લાખ 80 હજારથી વધુ લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે. અમેરિકાના કેલિફોર્નિયા, ફ્લોરિડા અને ટેક્સાસમાં કોરોના સંક્રમણ ખુબ વધારે છે.

(4:58 pm IST)