Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ગુલામ નબી આઝાદ ફરી બોલ્યા : કહ્યું જે કોંગ્રેસ અધ્યક્ષ નિમાશે, તેની સાથે 1 ટકા કાર્યકરો પણ નહીં હોય

વરિષ્ઠ કોંગ્રેસી નેતા બળવાના મૂડ માં, ફરી 50 વર્ષ વિપક્ષવાળી વાત કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ સંગઠનમાં ઘરમૂળથી ફેરફારની માગ હજુ સમી ગઇ નથી. 23 નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને અંગે પત્ર લખતા બહુ હોબાળો મચ્યો હતો. પરંતુ 25 ઓગસ્ટેઘીના ઠામમાં ઘીરેડાઇ ગયું હતું. જો કે મામલો હજુ પુરે પુરો ખતમ થયો નથી. કારણ કે વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ હજુ પણ આઝાદીથી નિવેદનો આપી રહ્યા છે.

ગુલામ નબી આઝાદ તેમના વલણ પર કાયમ છે. તેમણે શનિવારે ફરીતો કોંગ્રેસને 50 વર્ષ સુધી વિપક્ષમાં બેસવાવાળી વાત દોહરાવી હતી. પોતાની વાત સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે,

કોંગ્રેસ કારોબારી સહિત સંગઠનના મુખ્ય હોદ્દા માટે ચૂંટણી થવી જોઇએ. જે લોકો ચૂંટણીને વિરોધ કરી રહ્યા છે. તેમને પોતાનો હોદ્દો જવાની બીક છે. કારણ કે ચૂંટણી વિના જે પક્ષ અધ્યક્ષ નીમાશે તેને  એક ટકા કાર્યકરોનું પણ સમર્થન નહીં હોય. જો પક્ષનું કોઇ ચૂંટાયેલું એકમ નેતૃત્વ કરે છે તો તેની સ્થિતિ સુધરી શકે છે. નહીંતર કોંગ્રેસને વધુ 50 વર્ષ સુધી વિપક્ષમાં બેસતી રહેશે.”

આગામી કોંગ્રેસ પ્રમુખ ચૂંટણી જીતીને આવે

એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં ગુલામ નબી આઝાદે કહ્યું કેજ્યારે તમે ચૂંટણી લડો છો તો ઓછામાં ઓછા 51 ટકા મત સાથે જીતો છો. બાકીના ઉમેદવારોને 10-15 ટકા મત મળશે. જે જીતશે તે પક્ષ પ્રમુખનું પદ સંભાળશે. તેનો મતલબ છે કે તેની પાસે 51 ટકા લોકો છે. અત્યારે જે પણ કોંગ્રેસ અધ્યક્ષ બનશે, તેની પાસે 1 ટકા લોકોનું પણ સમર્થન નહીં હોય. જો CWCના સભ્ય ચૂંટાય છે તો તેમને હટાવી શકાતા નથી. પછી આમા સમસ્યા ક્યાં છે?”

તેમણે વધુમાં જણાવ્યુ કે જે લોકો બીજા, ત્રીજા, ચોથા નંબરે રહેશે. તેઓ વિચારશે કે આપણે પક્ષને વધુ મજબૂત કરતા આગામી ચૂંટણી જીતવી છે. પરંતુ જે પણ અધ્યક્ષ નીયુક્ત થાય છે તો તેની સાથે એક ટકા કાર્યકર પણ નથી.

ચૂંટણી થશે તો અનેક નેતા ગાયબ થઇ જશે

ચૂંટણીનો વિરોધ કરી રહેલા નેતાઓને નિશાન સાધતા ગુલામ નબીએ કહ્યું કે

જેઓ વફાદાર હોવાનો દાવો કરી રહ્યા છે. વાસ્તવમાં તેઓ નીચલાસ્તરનું રાજકારણ કરી રહ્યા છે. તેથી પક્ષ અને દેશના હિતોનું જોખમ છે. કારણ કે જે પણ પદાધિકારી અને એકમ અધ્ચક્ષ અમારા પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે. તેમને ખબર છે કે ચૂંટણી થશે તો, તેઓ ક્યાંયના નહી રહે. કોંગ્રેસમાં જે પણ મનથી જોડાયેલા છે તેઓ પત્રનું સ્વાગત કરશે. કારણ કે મેં કહ્યું છે કે રાજ્ય, જિલ્લા અને બ્લેકસ્તરે અધ્યક્ષોની ચૂંટણી પક્ષના કાર્યકર્તાઓએ કરવી જોઇએ.”

છેલ્લા દાયકાઓથી સંગઠનમાં ચૂંટણી થઇ નથી

ગુલામ નબી આઝાદે કહ્યું કે,

છેલ્લા કેટલાક દાયકાઓથી પક્ષમાં ચૂંટાયેલા એકમ નથી. કામ આપણે 10-15 વર્ષ પહેલાં કરવાની જરુર હતી. હવે આપણે એક પછી એક ચૂંટણીઓ હારી રહ્યા છીએ. જો આપણે વાપસી કરવી હોય તો પક્ષને મજબૂત કરવો પડશે. જો મારી પાર્ટી આગામી 50 વર્ષ વિપક્ષમાં બેસવા માગતી હોય તો પક્ષની અંદર ચૂંટણી કરાવવાની કોઇ જરુર નથી.”

મારે અધ્યક્ષ બનવું નથીઃ આઝાદ

ગુલામ નબીએ જણાવ્યું કે બોલવા પાછળ તેમની અંગત કોઇ મહત્વકાંક્ષા નથી.

હું એક વખત CM રહ્યો છું, કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યો છું. પક્ષમાં CWC સભ્ય અને મહામંત્રી પણ રહી ચૂક્યો છું. હું મારા માટે કંઇ ઇચ્છતો નથી. હું વધુમાં વધુ આગામી 5-7 વર્ષ સક્રીય રાજકારણમાં રહીશ. હું પક્ષ પ્રમુખ પણ બનવા માગતો નથી. એક સાચા કોંગ્રેસીની જેમ હું પક્ષના ભલા માટે ચૂંટણી ઇચ્છું છું.”

(6:20 pm IST)