Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

કુરાનને લઈને સ્વીડનમાં થયેલા રમખાણો વચ્ચે પોલેન્ડના સાંસદે કહ્યું મુસ્લિમોને અમારા દેશમાં પ્રવેશ નહીં..

કુરાનને લઈને સ્વીડનમાં થયેલા ભારે તોફાનોની વચ્ચે પડોશી દેશ પોલેન્ડના સાંસદનું નિવેદન ચર્ચાનો વિષય  બની ગયેલ છે. એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં સાંસદ ડોમિનિક તારઝિસ્કીએ કહ્યું કે પોલેન્ડ સલામત છે કારણ કે અહીં મુસ્લિમ શરણાર્થીઓને પ્રવેશની મંજૂરી નથી આપી.

વાયરલ થયેલા આ વીડિયોમાં, ન્યૂઝ ચેનલના એન્કર એ સાંસદ ડોમિનિક ટેર્ઝ્કીને પૂછ્યું કે પોલેન્ડએ કેટલા શરણાર્થીઓને આશરો આપ્યો છે ?  જવાબમાં સાંસદે કહ્યું કે 'શૂન્ય'. નવભારત ટાઈમ્સના ટ્વિટર હેન્ડલ ઉપર પ્રસિરિત અહેવાલ મુજબ તેમણે વધુમાં કહ્યું કે જો તમે મુસ્લિમોના ગેરકાયદેસર સ્થળાંતર વિશે મને પૂછતા હો તો અમે એક પણને આશ્રય નહીં આપીશું.  તેમણે કહ્યું કે અમે 20 લાખથી વધુ યુક્રેન શરણાર્થીઓને આશ્રય આપ્યો છે, જે અહીં કાર્યરત છે, શાંતિથી રહે છે અને પોલેન્ડ શાંતિપૂર્ણ છે.

(7:41 pm IST)