Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

રાજકોટમાં કોરોના બેફામ બન્યો: સાંજે વધુ 38 રિપોર્ટ પોઝિટિવ સાથે સતત બીજા દિવસે કુલ 78 કેસ: લોકોમાં ભય: આજે 34 દર્દીઓ સાજા થયા :કુલ આંક 3056

રાજકોટ: શહેરનાં વિવિધ વિસ્તારમાં આજે સાંજે વધુ 38 અને બપોર સુધીનાં 40 સહિત આજે કુલ 78 કેસ નોંધાયા છે.ગઈકાલે પણ 78 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. 

આ આંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ 38 પોઝીટીવ કેસ નોંધાતા કુલ કેસનો આંક  3056એ પહોંચ્યો છે. હાલ 1317 દર્દીઓ  સારવાર હેઠળ છે. આજે 34 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

(7:47 pm IST)