Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

સુશાંત સિંહ રાજપુતની બહેને રીયાને આડે હાથ લીધી : પ્રશ્ન કરેલ કે મોંઘા વકીલ રોકવાના કયાંથી આવ્યા ?

રિયાનો ઇન્ટરવ્યૂ ટીવી પર જોઇ શ્વેતા સિહં રોષે ભરાઇ : વીડિયો શેર કરી રિયાની ખબર લીધી : સુશાંત સિંહના ખાતામાંથી 15 કરોડ રિયાએ ઉપાડી લીધાનો સુશાંત સિંહના પિતાનો આરોપ

મુંબઇ : સુશાંત સિંહ રાજપુત કેસામાં સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ  રિયા ચક્રવર્તીએ એક ટીવી ચેનલ  ઉપર આપેલ ઈંટરવ્યુમાં ઘરની ૧૭ હજાર EMI  ક્યાંથી રું ?   અંગે વાત કરેલ  ઈંટરવ્યુથી સુશાંત સિંહની બહેન શ્વેતાસિંહ રોષે ભરાઇને વીડિયો શેર કરીને રીયાને આડે હાથ  લઇને પ્રશ્ન કરેલ કે કેસમાં મોંઘા વકીલ કયાંથી રોકયા અને તે પૈસા કયાંથી આવ્યા  ?                                                                                          

     રિયા ચક્રવર્તીએ ટીવી ચેનલમાં ઈંટરવ્યું આપ્યું હતું. હવે સુશાંતની બહેન શ્વેતાસિંહ કીર્તિએ રિયાના ઈન્ટરવ્યૂ સમયનો એક વીડિયો પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં રિયા ચક્રવર્તી કહી રહી છે કે મારી પાસે ખારમાં એક પ્રોપર્ટી છે. જે મેં સુશાંતને મળ્યા પહેલા મેં ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો. તેમની કિંમત જે મેં આપી હતી તે 74 લાખ રૂપિયા હતી. જેમાં મેં 50 લાખ રૂપિયાની એચડીએફસી બેંકમાંથી લોન લીધી હતી.

    રિયા ચક્રવર્તીએ આગળ કહી રહી છે કે  પ્રોપર્ટીને લગતા તમામ ડોક્યુમેન્ટ મેં ઈડીને આપી દીધા છેપરંતુ બેંક લોન તો ચાલુ છે. જેની 17 હજાર રૂપિયાની ઈએમઆઈ છે. જે હવે હું ક્યાંથી ભરીશ? તેની ખબર નથી. કારણ કે મારી જીંદગી સંપૂર્ણ રીતે ખરાબ થઈ ગઈ છે. રિયાના નિવેદન અંગે સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતાસિંહ કીર્તિએ લખ્યું હતું કે તને ઈએમઆઈના રૂ.17 હજાર કઈ રીતે ભરવાનીચિંતા છેપણ તું મને જણાવીશ કે  દેશના સૌથી મોંઘા વકીલને કેવી રીતે પૈસા આપી રહી છે. શ્વેતાસિંહ કીર્તીની પોસ્ટ ઉપર લોકો કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છેજણાવી દઈએ કે પહેલા પણ શ્વેતાસિંર કીર્તિ રિયા ઉપર ખોટુ બોલવાના આરોપ લગાવી ચૂકી છે.

   સુશાંતનાં પિતાએ રિયા ચક્રવર્તી વિરૂદ્ધ ગંભીર કલમોમાં કેસ દાખલ કરાવ્યો છે. તેમનો આરોપ છે કે રિયાએ સુશાંતને આત્મહત્યા માટે ઉપસાવ્યો હતો. એવાં સમાચાર સામે આવ્યાં છે કે રિયાએ વકીલ સતીશ માને શિંદે (Satish L Maneshinde) ને હાયર કર્યા છે. તેઓ સલમાન ખાનનાં 1998નાં બ્લેકબક એટલે કે ચિંકારા કેસ અને સંજય દત્તનાં 1993નાં મુંબઇ બ્લાસ્ટ કેસનાં વકીલ રહી ચૂક્યાં છે. રિયા વચગાળાના જામીન માટે આજે એપ્લાય કરી શકે છે.

સુશાંત સિંહ રાજપૂતનાં પિતાએ આરોપ લગાવ્યો છે કે, “સુશાંતનાં એકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. આ એવા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે, જેનું સુશાંત સાથે કોઈ લેવા-દેવા જ નથી. સુશાંતના પિતા કે કે સિંહે માંગ મૂકી છે કે, કયા ખાતાઓમાં આ પૈસા ગયા તેની તપાસ કરવામાં આવે. આ બેંક ખાતા/ક્રેડિટ કાર્ડથી કેટલા રૂપિયા રિયાએ પોતાના પરિવારજનો અને સહયોગીઓને મોકલ્યા છે.”

(8:03 pm IST)