Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેશમાં રિયાના પિતાને હજાર થવા ઇડી નું સમન્સ જારી

રિયાના પિતા ઇન્દ્રજીતની મની લોન્ડરિંગ સબંધે પુછ પરછ કરશે : એજ માસમાં ઈન્દ્ર જીત ની બીજી વખત પૂછપરછ

મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂતે  14 જૂને કરેલી આત્મહત્યાના કેસનો રેલો ફક્ત રિયા  ચક્રવર્તી સુધી જ સીમિત ન રહેતા હવે આ કેસમાં તેમના પિતા ઇન્દ્રજિત ચક્રવર્તીને પણ ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે) હાજર થવાના સમન્સ પાઠવ્યા છે. સુશાંતસિંહ રાજપૂતના પિતા કેકે સિંઘે  પટણા પોલીસ સમક્ષ દાખલ કરેલી એફઆઇઆરમાં રિયા ચક્રવર્તીના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીને આરોપીઓમાં એક ગણાવ્યા છે.

ઇડી દ્વારા આ કેસમાં રિયા અને શૌમિકના પિતા ઇન્દ્રજીતની મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ તેમને બોલાવાયા ત્યારે તેમની મિલકતો અને રોકાણો અંગે જણાવવા માટે બોલાવાયા હતા. ચક્રવર્તીને આ અંગે મહત્ત્વના દસ્તાવેજો લઈને આવવા જણાવાયું છે.

કેકે સિંઘે રિયા અને તેના કુટુંબ પર સુશાંતસિંહ રાજપૂતના બેન્ક ખાતામાંથી 15 કરોડ રૂપિયાની રકમના ઊચાપતનો આરોપ મૂક્યો છે. તપાસ દરમિયાન બિહાર પોલીસે આ કેસને સમર્થન આપ્યુ હતુ. સૌથી પહેલા રિયા, શૌમિક અને સંધ્યા ચક્રવર્તીની પૂછપરછ થયા પછી ઇન્દ્રજીત ચક્રવર્તીને બોલાવાયા છે. ઉલ્લેખનીય છે કે એક જ મહિનામાં ઇન્દ્રજિત ચક્રવર્તીની બીજી વખત પૂછપરછ થઈ રહી છે.

આ પહેલા ઇન્દ્રજિત ચક્રવર્તીની પૂછપરછ રિયા, શૌમિક અને સંધ્યાની હાજરીમાં થઈ હતી. ઉલ્લેખનીય છે કે ઇન્દ્રજીતને ઇડીએ જણાવ્યું છે કે મીડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે તેવા મહત્ત્વના દસ્તાવેજો લઈને તેઓ ઇડીની ઓફિસે આવે. ઇન્દ્રજિતને તેમની મિલકતો અને રોકાણો અંગે પૂછપરછ કરવામાં આવી હતી અને તેના મહત્ત્વના દસ્તાવેજો લઈ આવવા જણાવાયું હતું. ઇડી હવે તેમની મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં પૂછપરછ કરવા જઈ રહી છે. સુશાંતસિંહ રાજપૂતના કેસમાં આ એક નવો એન્ગલ ખૂલ્યો છે અને તેના પગલે ઇડી પણ મેદાનમાં ઉતરી આવી છે.

રિયા ચક્રવર્તીની લીક થયેલી ચેટમાં ડ્રગ્સ((Drugs)નો એન્ગલ સામે આવતા આ કેસમાં નવો વળાંક આવ્યો છે. ઇડીએ વોટ્સએપ લીકમાં રિયા ચક્રવર્તી ડ્રગ્સમાં સંડોવાયેલી હોવાનું લીક થયા પછી તેના ભૂતપૂર્વ ટેલેન્ટ મેનેજર જય સાહાની પણ પૂછપરછ કરી હતી.

ઉલ્લેખનીય છે કે સુશાંતસિંહ રાજપૂતે 14 જુને અત્યાર સુધીના અહેવાલો મુજબ આત્મહત્યા કર્યા પછી શંકાની સોય સતત રિયા ચક્રવર્તી ભણી ધકેલાઈ રહી છે. આ પહેલા લાગતી સીધી સાદી આત્મહત્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને તેની તપાસ પણ સીબીઆઇ(CBI)ને સોંપવામાં આવી છે. આ ઉપરાંત ઇડી પણ મેદાનમાં ઉતરી પડી છે. સુશાંતના પિતાએ તો રિયા સામે તેના પુત્રની હત્યાનો કેસ જ દાખલ કરી દીધો છે. આ વિવાદે રાજકીય સ્વરૂપ પણ પકડ્યુ છે. તેનો છેડો સત્તાધારી પક્ષ સુધી પણ લંબાયો છે.

(8:04 pm IST)