Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

યુએસમાં કોરોનાના દર્દીઓને હવે રેમેડિસવિર દવા અપાશે

ગંભીર રીતે પીડાતા દર્દીઓને આ દવા અપાતી હતી : કોરોનામાં રેમેડિસવિર દવાનો ઉપયોગ બાદ પાંચ દિવસની સારવારમાં સુધાર થવાની સંભાવના ૬૫% વધારે હતી

વૉશિંગ્ટન, તા. ૨૯ : અમેરિકાએ પોતાના દેશમાં કોરોના પીડિત દર્દીઓ પર એન્ટિવાયરલ ડ્રગ રેમેડિસવિરના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓને હવે આ દવા આપવામાં આવશે.

ડ્રગમેકર કંપની ગિલિયડ સાયન્સે કહ્યું કે નિયામકોએ કોવિડ-૧૯ના કારણે હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓ માટે પ્રાયોગિક એન્ટિવાયરલ ડ્રગ રેમેડિસવિરનો ઉપયોગ કરવાની પરવાનગી આપી દીધી છે. અમેરિકી ખાદ્ય અને ઔષધિ વહીવટીતંત્રએ આપાતકાલીન સ્થિતિમાં આ દવાના ઉપયોગની પરવાનગી આપી દીધી હતી અત્યાર સુધી આ ગંભીર કોરોનાથી પીડિત રોગીઓને આપવામાં આવતી હતી. કેલિફોર્નિયાની કંપની ગિલિયડે ૧૦ ઓગસ્ટે રેમેડિસવિરની ઔપચારિક મંજૂરી માટે અરજી કરી હતી. હવે આને બ્રાન્ડ નામ વેક્લેરી હેઠળ વેચવામાં આવશે. ગિલિયડે એક નિવેદનમાં કહ્યું કે આ આપાતકાલીન ઉપયોગની સુવિધાનો વિસ્તાર છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને લઈને હાલના સંઘીય અધ્યયનના પરિણામો પર આ આધારિત હતુ. જેમાં ગંભીરતાના વિભિન્ન સ્તરને જોતા આ નિર્ણય લેવાયો છે.

ગિલિયડના અધ્યયનમાં જાણવામાં આવ્યુ છે કે કોરોના વાઈરસના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં, રેમેડિસવિર ઉપયોગ બાદ પાંચ દિવસની સારવારમાં સુધાર થવાની સંભાવના ૬૫% વધારે હતી.

(9:16 pm IST)