Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

વિશ્વભરમાં કોરોના ફેલાવનાર વુહાનમાં હવે સ્કૂલો શરૂ કરાશે

૨૮૪૨ જેટલી સ્કૂલ-કોલેજોમાં ૧૪ લાખ વિદ્યાર્થીઓ : વિદ્યાર્થીઓને સલાહ અપાઈ કે તેઓ સ્કુલની બહાર જઈને માસ્ક પહેરે, સંભવ હોય તો સાર્વજનિક પરિવહનથી બચે

વુહાન, તા. ૨૯ : ચીનના જે શહેરમાંથી દુનિયામાં કોરોના વાયરસે કહેર ફેલાવ્યો હતો ત્યાં હવે સ્કૂલો પણ શરૂ થવાની તૈયારીઓ થઈ ગઈ છે. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે વુહાનમાં તમામ સ્કૂલ અને કિંડરગાર્ટનને ફરીથી ખોલી દેવાશે. સ્થાનિક સરકારે શનિવારે આ અંગેની જાહેરાત કરી. વુહાનના ૨,૮૪૨ શૈક્ષણિક સંસ્થાનો લગભગ ૧૪ લાખ વિદ્યાર્થીઓ માટે પોતાના દરવાજા ખોલવા તૈયાર છે. અધિકારીઓએ કહ્યું છે કે ઓનલાઈન શિક્ષણ પર પાછા ફરવા માટે આપાતકાલીન યોજનાઓને તૈયાર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ સ્કુલની બહાર જઈને માસ્ક પહેરે અને જો સંભવ હોય તો સાર્વજનિક પરિવહનથી બચે. સ્કૂલને રોગ નિયંત્રણ ઉપકરણોનો સ્ટોક કરવા અને નવા સંક્રમણને રોકવાની તૈયારીમાં મદદ કરવા માટે અભ્યાસ અને પ્રશિક્ષણ સત્ર આયોજિત કરવાનો આદેશ આપ્યો છે. તેમને અનાવશ્યક સામૂહિક સમારોહોને પણ પ્રતિબંધિત કરવાની સલાહ આપવામાં આવી છે અને સ્વાસ્થ્ય અધિકારીઓને દૈનિક રિપોર્ટ આપવાનુ કહેવામાં આવ્યુ છે.

અધિકારીઓ તરફથી કહેવામાં આવ્યુ છે કે જે વિદેશી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સ્કુલે નોટિસ મોકલી નથી તેમને પાછા આવવાની પરવાનગી નહીં અપાય. વુહાનમાં કોરોનાને કારણે જાન્યુઆરીના અંતમાં આખું શહેર બંધ કરી દેવાયું હતું. ચીનમાં કોરોનાથી જેટલા મોત થયા છે તેમાં ૮૦% આ શહેરમાં થયા છે. આ શહેરમાં ૩,૮૬૯ લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.

(9:17 pm IST)