Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

દિલ્હી હાઇકોર્ટ નો આદેશ શાળા શરૂ ન થાય ત્યાં સુધી એન્યુઅલ અને ડેવલપમેન્ટ ફી શાળા ના વસૂલી શકે : જસ્ટિસ જયંત નાથેનો આદેશ

કોર્ટે પ્રથમદર્શી ધોરણે નિરીક્ષણ જારી કર્યું હતું

નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટ આદેશ કર્યો હતો કે શાળા શરૂ ના થાય ત્યાં સુધી એન્યુઅલ અને ડેવલપમેન્ટ ફી શાળા ના વસૂલી શકે. જસ્ટિસ જયંત નાથે એ આદેશ કર્યો હતો. કોર્ટ પ્રથમદર્શી ધોરણે આ નિરીક્ષણ જારી કર્યું હતું.

જસ્ટિસ જયંત નાથે 25મી ઓગસ્ટના રોજના આદેશમાં ખાનગી સ્કૂલોના પેરેન્ટ્સ એસોસિયેશને દાખલ કરેલી અરજીની સુનાવણી કરતા પ્રથમદર્શી ધોરણે આ નિરીક્ષણ જારી કર્યુ હતુ. ખાનગી સ્કૂલોના પેરેન્ટ એસોસિયેશને સ્કૂલોએ જુલાઈથી ટ્યુશન ફીની સાથે વાર્ષિક અને ડેવલપમેન્ટ ચાર્જિસ શરૂ કર્યા તેના પગલે કોર્ટમાં કેસ કર્યો હતો.

આમ કોર્ટે જુલાઈથી આગળ આદેશ મળે નહી ત્યાં સુધી સ્કૂલોને માબાપ પાસેથી વાર્ષિક ફી લેતા અટકાવતો આદેશ જારી કર્યો છે. તેણે દિલ્હી સરકાર અને સ્કૂલોને નોટિસ પાઠવી છે કે તેઓ પેરેન્ટ્સ એસોસિયેશનની અરજી અંગે તેમનું વલણ સ્પષ્ટ કરે, જેની રજૂઆત એડવોકેટ ગૌરવ બહલ વતી કરવામાં આવી હતી.

કોર્ટ આ કેસની આગામી સુનાવણી હવે 16 સપ્ટેમ્બરે કરવાની છે. ઓર્ડર મુજબ વિડીયો-કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી દરમિયાન સ્કૂલોની દલીલ હતી કે લોકડાઉન પૂરુ થઈ ગયું છે અને આથી તેઓ વાર્ષિક અને ડેવલપમેન્ટ ચાર્જિસ લઈ શકે છે.

પણ દિલ્હી સરકારના એડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સિલ ગૌતમ નારાયણે કોર્ટને જણાવ્યું હતું કે ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશને 18 એપ્રિલના પરિપત્રમાં સ્કૂલોને લોકડાઉનના સમયગાળા દરમિયાન એન્યુઅલ અને ડેવલપમેન્ટ ફી ન લેવા જણાવ્યું હતું, કારણ કે કોઈપણ સ્કૂલ ખુલ્લી નથી.

દિલ્હી સરકારે જણાવ્યું હતું કે સ્કૂલો માટે હવે લોકડાઉન અને ડેવલપમેન્ટના સમયગાળા દરમિયાન એન્યુઅલ અને ડેવલપમેન્ટ ફી ઉઘરાવવાનો સવાલ જ આવતો નથી.

બંને પક્ષોની સુનાવણી કર્યા પછી જજે જણાવ્યું હતું કે મારો અભિપ્રાય છે કે પ્રથમદર્શી ધોરણે લાગે છે કે હાલના સંજોગોમાં પેરેન્ટ્સ પાસેથી એન્યુઅલ અને ડેવલપમેન્ટ ફી વસૂલી ન શકાય. કોર્ટે જણાવ્યું હતું કે પેરેન્ટ્સે ફક્ત ટ્યુશન ફી જ ચૂકવવાની રહે છે.

(9:31 pm IST)