Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

કોરના મહામારી : ૧૦ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યા પછી રાજસ્થાનના મુખ્યમંત્રીએ રદ કરી બધી બેઠકો

નવી દિલ્હીઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતએ મુખ્યમંત્રી કાર્યાલય અને આવાસના ૧૦ કર્મચારીઓનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટીવ આવ્યા પછી પોતાની બધી બેઠકો અને મુલાકાતો રદ કરી છે. મુખ્યમંત્રી ગહલોતએ લોકોને  એમને મળવા માટે જયપુર ન આવવાની અપીલ કરી છે. આ પહેલા પ્રસ્તાવિત કેબિનેટની બેઠક પણ રદ કરવામાં આવી હતી.

(1:01 am IST)