Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

" સર્વપિતૃ શ્રાધ " : સર્વપિતૃ અમાવસ્યાના પવિત્ર દિવસે અમેરીકાના કેલિફોર્નિયામાં આવેલા ગાયત્રી મંદિરમાં કરાયેલી સામુહિક તર્પણ વિધિ : ૫૦ ઉપરાંત ભાવિકોએ કોવિદ- ૧૯ ના નિયમોના પાલન સાથે માસ્ક પહેરી, શોશિયલ ડિસ્ટંંસ રાખી પૂજા-વિધી કરી

કેલિફોર્નિયા : અમેરિકાના કેલિફોર્નિયામાં  એનાહેમ ખાતે આવેલા  ગાયત્રી ચેતના સેન્ટર ( ગાયત્રી મંદિર ) ખાતે તા.૧૭ મી સપ્ટે. સર્વપિતૃ અમાવસ્યા ના પવિત્ર દિવસે સર્વપિતૃ શ્રાધ તર્પણ ની સામુહિક પુજન-વિધી નો કાર્યક્રમ ખૂબ શ્રધ્ધા પુર્વક યોજાઈ ગયો .લગભગ ૫૦ થી વધુ ભાવિકો કોવિડ ૧૯ ના નિયમોના પાલન સાથે માસ્ક પહેરીને અને શોશિયલ ડિસ્ટંંસ રાખી આ પૂજા-વિધી માટે સવારે ૧0-વાગે મંદિરમાં આવી ગયા હતા. બરાબર ૧0-૩0 વાગે વ્યાસપીઠ પરથી શ્રી મહેશભાઈ ભટ્ટ અને સુશ્રી નીકી ભટ્ટે  આ પૂજા-વિધીનો પ્રારંભ કરવ્યો હતો. આ પૂજન લગભગ બે કલાક ચાલ્યું હતું.
કાર્યક્રમ બાદ હાજર સૌને મહાપ્રસાદ પીરસવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં  ગાયત્રી મંદિરના સર્વશ્રી કૌશીકભાઈ પટેલ, સુશ્રી મીનાબેન ભટ્ટ, શ્રી ભાનુંભાઈ પંડ્યા, શ્રી રાજુભાઈ પટેલ,શ્રી વસંતભાઈ ભટ્ટ વગેરેની ખૂબ મહેનત હતી. તેવું માહિતી અને તસ્વિર સૌજન્ય ,શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા દ્વારા જાણવા મળે છે.

(12:16 pm IST)