Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

માલ - હૈશ - વીડનો મતલબ એ નથી તમે સમજો છો

'માલ' એટલે સિગારેટ : હેશ - વીડ કોડવર્ડ તેની બ્રાન્ડ છે : NCBને દિપીકાએ કહ્યું

મુંબઇ તા. ૨૯ : બોલીવુડ ડ્રગ્સ ચેટમાં નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા દીપિકા પાદુકોણની પૂછપરછ વિશે દરેક જાણવા ઈચ્છે છે. વર્ષ ૨૦૧૭માં દીપિકાએ ચેટમાં જે વાતો કરી હતી, તેને લઈને એનસીબીએ તેને સવાલ જવાબ કર્યા હતાં. આ દરમિયાન દીપિકાએ જણાવ્યું કે, તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલીક વાતોને લઈને કોડ વર્ડનો ઉપયોગ કર્યો હતો.

એનસીબીએ દીપિકા પાદુકોણને પૂછ્યું 'માલ છે શું?' નો મતલબ શું છે? જેના પર એકટ્રેસે કહ્યું કે, 'હા, મેં માલ છે શું એવું પૂછ્યું હતું પરંતુ આ તે માલ નથી જે તમે લોકો સમજી રહ્યા છો. અમે માલ સિગારેટને કહીએ છીએ. માલ સિગારેટ માટે અમારો કોડવર્ડ છે.'

દીપિકાને એનસીબીને પૂછ્યું કે ચેટમાં 'હૈશ છે શું?'નો ઉલ્લેખ છે. જેના પર એકટ્રેસે જવાબ આપ્યો કે, 'અમે લોકો સિગારેટને માલ કહીએ છીએ અને હેશ અને વીડ ટાઈપ ઓફ સિગરેટ કહીએ છીએ. એટલે કે સિગરેટના અલગ-અલગ બ્રાન્ડ.' જેથી આગળ એનસીબીએ આગલો સવાલ કર્યો હતો કે, હેશ અને વીડ અલગ અલગ બ્રાન્ડની સિગારેટ કેવી રીતે હોય શકે છે? જેના પર દીપિકા પાદુકોણે કહ્યું કે, 'હૈશ અમે પાતળી સિગારેટ અને વીડ મોટી સીગારેટને કહીએ છીએ.'

દીપિકા પાદુકોણે એનસીબીને જણાવ્યું કે તે સિગારેટ પીવે છે પરંતુ ડ્રગ્સનો ઉપયોગ નથી કરતી. તેણે પોતાના દ્વારા જણાવવામાં આવેલા કોડવર્ડ યોગ્ય જણાવવા માટે કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પરસ્પર વાતચીત દરમિયાન લોકો ખૂબ જ કોડવર્ડનો ઉપયોગ કરે છે.

રિપોર્ટ્સ અનુસાર, એનસીબીએ દાવો કર્યો છે કે, દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ઘા કપૂર અને રકુલપ્રીત સિંહે એક જેવા જ નિવેદન આપ્યા છે. આગળની તપાસ માટે તેમને ફરી બોલાવવામાં આવશે. એનસીબીની જે ચારે એકટ્રેસિસની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાંથી કોઈને પણ કલીન ચિટ આપવામાં નથી આવી.

(10:14 am IST)