Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

વર્ષ ૨૦૨૧ના પહેલા ૩ મહિનામાં આવી શકે કોરોના વેકસીન

ઓછામાં ઓછા ૩ વેકસીન કેન્‍ડિડેટ છે જે દેશમાં ક્‍લિનિકલ ટ્રાયલ કરી રહ્યા છે

નવી દિલ્‍હી,તા. ૨૯: દેશમાં કોરોનાનું સંકટ સતત વધી રહ્યું છે. આ સમયે કોરોનાને લઈને રાહતના સમાચાર આવ્‍યા છે. કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી હર્ષવર્ધને કહ્યું છે કે વર્ષ ૨૦૨૧ના પહેલા ૩ મહિનામાં કોરોનાની સારવાર માટે વેક્‍સીન આવવાની આશા છે.

કેન્‍દ્રીય મંત્રીએ કહ્યું કે કોરોના વેક્‍સીન માટે એક પોર્ટલ પણ લોન્‍ચ કરાયું છે. તેની પર ઓનલાઈન જઈ શકાશે. આ રીતે વેક્‍સીન માટે સમકાલવીન અનુસંધાન વિકાસ અને ક્‍લિનિકલ ટ્રાયલની જાણકારી પણ મળશે. હર્ષવર્ધને કહ્યું કે વેક્‍સીન ડેવલપ કરવા માટે ઝડપથી રિસર્ચ થઈ રહ્યું છે. ઓછામાં ઓછા ૩ વેક્‍સીન કેન્‍ડિડેટ છે જે દેશમાં ક્‍લિનિકલ ટ્રાયલ કરી રહ્યા છે.

કેન્‍દ્રીય મંત્રીએ કહ્યું કે આશા છે કે વર્ષ ૨૦૨૧ના પહેલા ૩ મહિનામાં  કોરોના વેક્‍સીન આવી જશે. સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલય અનુસાર કોરોનાથી સાજા થયેલા ૭૮ ટકા કેસ ૧૦ રાજયો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશોથી છે. તેમાંથી વધારે લોકો મહારાષ્ટ્રથી પણ છે. અને પછી આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો નંબર આવે છે.

રાષ્ટ્રીય રિકવરી રેટ વધીને ૮૨.૫૮ ટકા થયો છે. મંત્રાલયે કહ્યું કે ૧૫ રાજયો તથા કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં દર્દીના સાજા થવાનો રાષ્ટ્રિય સ્‍તરના દર્દીઓ વધારે છે. ભારતમાં કોરોના સંક્રમણને માત આપનારાની સંખ્‍યા સોમવારે ૫૦ લાખને પાર કરી ચૂકી છે. આ રીતે મહામારીની સરખામણીએ તેને માત આપનારાની સંખ્‍યા પાંચ ગણાથી વધુ થઈ છે.

(10:45 am IST)