Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૭૦૫૮૯ નવા કેસઃ ૭૭૬ દર્દીનાં મોત

દેશમાં કોવિડ-૧૯થી કુલ સંક્રમિતોની સંખ્યા ૬૧ લાખને પારઃ તેની સામે ૫૧ લાખ દર્દી થયા સાજા

નવી દિલ્હી, તા.૨૯: ભારતમાં કોવિડ-૧૯થી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા ૬૧ લાખને પાર થઈ ગઈ છે. પરંતુ બીજી તરફ આંશિક રાહતની વાત એ છે કે એક દિવસમાં નોંધાતા કોરોના કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એક સમયે રોજેરોજ ૯૦ હજારથી વધુ કેસો નોંધાતા હતા. પરંતુ થોડાક દિવસમાં તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૭૦,૫૮૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૭૭૬ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૬૧,૪૫,૨૯૨ થઈ ગઈ છે.

 વિશેષમાં, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૫૧ લાખ ૧ હજાર ૩૯૮ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. હાલ ૯,૪૭,૫૭૬ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૯૬,૩૧૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

 નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૮ સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૭,૩૧,૧૦,૦૪૧ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના ૨૪ કલાકમાં ૧૧,૪૨,૮૧૧ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે

 ગુજરાતમાં ૨૮મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના ૧૪૦૪ નવા કેસ પોઝિટિવ  નોંધાયા છે, જયારે ૧૩૩૬ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ૨૪ કલાક દરમિયાન રાજયના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના ૧૨ દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજયમાં પોઝિટિવ કેસનો આંકડો ને ૮૮૯૪૨ એ પહોંચી ગયો છે.  આ દરમિયાન ૨૪ કલાકમાં સુરતમાં ૩૦૨, અમદાવાદમાં ૨૧૦, રાજકોટમાં ૧૪૮, જામનગરમાં ૯૫, મહેસાણામાં ૪૩, વડોદરામાં ૧૪૧, કછમાં ૨૭, બનાસકાંઠામાં ૨૫, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં ૨૯-૨૯, અમરેલીમાં અને મહિસાગરમાં ૨૭-૨૭, પાટણમાં ૨૬ કેસ નોંધાયા છે.

દેશના છેલ્લા ૨૪ કલાકના કોરોનાના કેસો

 

સોમ

મંગળ

 મહારાષ્ટ્રઃ

૧૮,૦૫૬

૧૧,૯૨૧

 આંધ્રપ્રદેશઃ

૬,૯૨૩

૫,૪૮૭

 કર્ણાટકઃ

 --

૬,૮૯૨

 કેરળઃ

 --

૪,૫૩૮

 તમિલનાડુઃ

૫,૭૯૧

૫,૫૮૯

 ઉત્ત્।ર પ્રદેશઃ

૪,૪૦૩

૩,૮૩૮

 ઓડિશાઃ

૩,૯૨૨

૩,૨૩૫

 બેંગ્લોરઃ

૪,૨૧૭

૨,૭૨૨

 દિલ્હીઃ

૩,૨૯૨

૧,૯૮૪

 પુણેઃ

૩,૨૬૮

 ૧,૯૧૦

 પ. બંગાળઃ

૩,૧૮૫

૩,૧૫૫

 મધ્યપ્રદેશઃ

૨,૩૧૦

૧,૯૫૭

 છત્ત્।ીસગઢઃ

૨,૨૭૨

૩,૭૨૫

 તેલંગાણાઃ

૧,૯૬૭

૧,૩૭૮

 મુંબઇઃ

૨,૨૬૧

૨,૦૫૫

 આસામઃ

૮૭૫

૩,૬૪૪

 રાજસ્થાનઃ

૨,૦૮૪

૨,૧૧૨

 પંજાબઃ

૧,૪૫૮

૧,૨૭૧

 હરિયાણાઃ

૧,૫૧૫

૧,૬૩૦

 ગુજરાતઃ

૧,૪૧૧

૧,૪૦૪

 ઝારખંડઃ

  --

૧,૫૦૮

 બિહારઃ

૧,૫૨૭

૧,૧૫૦

 કાશ્મીરઃ

  --

૮૨૪

 ઉત્ત્।રાખંડઃ

૭૬૪

૪૫૭

 ગોવાઃ

૩૮૪

૪૩૮

 પુડ્ડુચેરીઃ

૩૭૨

૨૮૬

 ત્રિપુરાઃ

  --

૨૪૪

 હિમાચલ

૧૯૫

૨૬૬

 અરૂણાચલ

૧૩૫

૩૨૯

 ચંદીગઢઃ

૧૭૩

૧૭૧

 મણિપુરઃ

  --

૧૬૮

 મેઘાલયઃ

૯૦

૫૭

(11:22 am IST)