Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

હવે પછીના બે મહિના વેપાર - ધંધા માટે મહત્‍વના

સપ્‍ટેમ્‍બરમાં પણ બિઝનેસ સુસ્‍ત રહ્યો

મુંબઇ તા. ૨૯ : અર્થશાષાીઓના એક ઇટી પોલનો અંદાજ હતો કે ચાલુ નાણાકીય વર્ષના જુલાઇ-સપ્‍ટેમ્‍બર ત્રિમાસિકમાં વિકાસ માઇનસ ૧૨ ટકાના ઘટાડા પછી સુધારો થશે પણ તે હજુ પણ નેગેટીવ જ ચાલી રહ્યો છે. નોમુરાનો છેલ્લો રિપોર્ટ કહે છે કે ભારતીય બીઝનેસ રીઝમ્‍પશન ઇન્‍ડેક્ષ સપ્‍ટેમ્‍બર ૨૭ના પુરા થયેલ અઠવાડિયામાં ૮૧.૬ ટકા રહ્યો હતો જે ગયા અઠવાડિયાના ૮૨.૩ ટકાની સરખામણીમાં ધીમો હતો.

સપ્‍ટેમ્‍બર મહિનાનો ઇટીનો માસિક બીઝનેસ એકટીવીટી રિપોર્ટ જોકે આનાથી થોડો અલગ પડે છે. આ મહિનાના મેક્રો ઇન્‍ડીકેટર્સ જેવા કે ઇ-વે બીલ્‍સ, નિકાસ, રેલ્‍વેનુર વગેરેમાં મહિને દર મહિને સુધારો થઇ રહ્યો છે. ઇંધણના વેચાણમાં ખાનગી વાહન વહેવાર વધવાથી વધારો થઇ રહ્યો છે. મોટાભાગના ચાવીરૂપ સેકટરોમાં ઓગસ્‍ટ કરતા સામાન્‍ય સુધારો જોવા મળ્‍યો છે. જેમાં ઓટો સેકટર એક મહત્‍વનું સેકટર છે. નજીકના ભવિષ્‍યમાં તહેવારોની ખરીદી નિકળવાની શક્‍યતા છે, જો કે તે પછી માંગમાં ઘટાડો થઇ શકે છે.

પેસેન્‍જર વાહનો અને ટુ વ્‍હીલર્સ બંનેમાં ઓગસ્‍ટની સરખામણીમાં ૨૦.૨૨ ટકાનો આ મહિને વધારો થયો છે. તેમ છતાં ઉત્‍પાદકો તહેવારોમાં વધુ વેચાણ માટે દબાણ કરી રહ્યા છે. સપ્‍ટેમ્‍બરમાં રિટેલ કરતા હોલસેલ વેચાણનો આંકડો વધારે હતો. ગ્રામિણ વિકાસના કારણે ટ્રેકટરોના વેચાણમાં વધારો થયો છે પણ વ્‍યાપારિક વાહનોના વેચાણમાં પરિસ્‍થિતિ હજુ પણ સુધરી નથી.

(11:44 am IST)