Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ઓડિઓ-વિઝ્યુઅલ મીડિયા માધ્યમથી ભારત - બાંગ્લાદેશ સંયુક્ત સલાહકાર આયોગની બેઠક

દ્વિપક્ષીય સંબંધો અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર, વિગતવાર ચર્ચા કરાશે

નવી દિલ્હી:લાંબા સમયથી ચાલતા વૈશ્વિક કોરોના સંકટના પડછાયામાં- ભારત-બાંગ્લાદેશ સંયુક્ત સલાહકાર આયોગની બેઠક બોલાવવામાં આવી રહી છે, અને તે ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી યોજાશે.

 આ કાર્યક્રમમાં બાંગ્લાદેશ વતી તેમના વિદેશ પ્રધાન ડો.એ.કે. અબ્દુલ મોમેન હશે. જયારે ભારતના પ્રતિનિધિ મંડળમાં દેશના વિદેશ બાબતોના મંત્રી, ડો સુબ્રમણ્યમ જયશંકર હશે. આ મુલાકાત દરમિયાન ભારત-બાંગ્લાદેશ દ્વિપક્ષીય સંબંધો અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર, વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

(2:01 pm IST)