Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

અમેરિકાના ન્યૂજર્સીમાં 18 સપ્ટે.ના રોજ સ્વ.શ્રી આત્મા સિંહની પ્રેમાળ સ્મૃતિમાં પ્રાર્થના સભા યોજાઈ : પદ્મશ્રી એચઆર શાહ, પદ્મશ્રી સુધીર પરીખ, FIA ચેરમેન શ્રી અંકુર વૈદ્ય સહિતનાઓએ હાજરી આપી

દિપ્તીબેન જાની દ્વારા, ન્યુજર્સી : અમેરિકાના ન્યૂજર્સીમાં 18 સપ્ટેમ્બર, 2021 ,શનિવારના રોજ ભારતીય સમુદાયના ચિહ્ન સ્વરૂપ સ્વ.શ્રી આત્મા સિંહની પ્રેમાળ સ્મૃતિમાં પ્રાર્થના સભા યોજાઈ હતી. જેમાં IACONA (ઇન્ડિયન કોમ્યુનિટી ઓફ નોર્થ અમેરિકા), ટીવી એશિયાના માનદ ડોક્ટર અને પદ્મશ્રી એચઆર શાહ, માનદ ડોક્ટર અને પદ્મશ્રી સુધીર પરીખ, પરીખ વર્લ્ડવાઇડ મીડિયા, FIA ચેરમેન અંકુર વૈદ્ય સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.

રોયલ આલ્બર્ટ પેલેસ મુકામે આયોજિત પ્રાર્થના સભાનો સમય સવારે 10:00 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો.તેવું પટેલ પ્રગતિ મંડળની યાદીમાં જણાવાયું છે.

(11:41 am IST)