Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

આઇપીએલ ઇતિહાસમાં પ્રથમવાર એક સમયે બે મેચ રમાશે: સમયપત્રકમાં ધરખમ ફેરફાર

IPL ની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

મુંબઈ :  IPL 2021 મેચના સમયપત્રક ને બદલવામાં આવ્યું છે. આ સીઝનની છેલ્લી બે મેચ સાંજે સાડા સાત વાગ્યે એક સાથે રમાશે. આ બંને મેચ 8 ઓક્ટોબરે રમનારી છે. આ મેચ હૈદરાબાદ-મુંબઈ  અને બેંગ્લોર-દિલ્હી (RCB vs DC) વચ્ચે રમાશે. BCCI એ એક નિવેદન જારી કરીને આ માહિતી આપી છે.

IPL માં આ પ્રથમ વખત હશે જ્યારે એક સાથે બે મેચ રમાશે. સામાન્ય રીતે જ્યારે પણ IPL માં ડબલ હેડર હોય ત્યારે દિવસમાં એક મેચ અને સાંજે એક મેચ રમાય છે. પરંતુ આ વખતે પ્રથમ વખત બંને મેચ એક જ સમયે રમાશે. આ નિર્ણય મંગળવારે યોજાયેલી IPL ની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

(10:46 pm IST)