Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

મની લોન્ડરિંગ કેસમાં ઇડીની કાર્યવાહી

વાધવાન બંધુઓની બ્રિટન સ્થિત કંપનીની રૂ.૫૭૮ કરોડની મિલકતો ટાંચમાં

નવી દિલ્હી,તા. ૨૯: ઉત્ત્।ર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ(યુપીપસીએલ) મની લોન્ડરિંગ કેસના સંબધમાં  દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (ડીએચએફએલ)ના પૂર્વ પ્રમોટરો કપિલ વાધવાન અને તેમના ધીરજની માલિકીની બ્રિટન સ્થિત કંપનીની ૫૭૮ કરોડ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી છે તેમ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ(ઇડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે.

એજન્સીએ જણાવ્યું છે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ(પીએમએલએ) હેઠળ જપ્ત કરવામાં આવેલી સંપત્ત્િ। વાધવાન બંધુઓ દ્વારા બ્રિટન સ્થિત કંપનીઓમાં ડબ્લ્યુજીસી-યુકે દ્વારા કરવામાં આવેલા રોકાણના સ્વરૂપમાં છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં વાધવાન બંધુઓ યસ બેક છેતરપિંડી કેસ સાથે મની લોન્ડરિંગના આરોપો હેઠળ જેલમાં બંધ છે. વાધવાન સામે ઇડીનો તાજેતરનો કેસ ઉત્ત્।રપ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ (યુપીપીસીએલ)ના કેટલાક અધિકારીઓ સામે જનરલ પ્રોવિડન્ટ ફંડ (જીપીએફ) અને કર્મચારીઓના સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ (સીપીએફ)ના 'ગેરકાયદેસર રોકાણ' માટે લખનઉ પોલીસે દાખલ કરેલી એફઆઇઆર પર આધારિત છે.

આ 'ગેરકાયદેસર રોકાણ' ડીએચએફએલ દ્વારા તે સમયગાળા દરમિયાન પ્રાપ્ત થયું હતું જયારે DHFL તેની પ્રમોટર સંબંધિત કંપનીઓને ઉચ્ચ મૂલ્યની લોનનું વિતરણ કરતી હતી. ડીએચએફએલ એ યુપીપીસીએલના અધિકારીઓ સાથે મળીને ડીએચએફએલની ફિકસ્ડ ડિપોઝિટમાં યુપીપીસીએલના કર્મચારીઓના જનરલ પ્રોવિડન્ટ ફંડ અને સીપીએફ ફંડના ૪,૧૨૨.૭૦ કરોડ રૂપિયા ગેરકાયદેસર રીતે ઉપાડી લીધા હતા. 

(9:49 am IST)