Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

પ્રતિબંધ લાગુ પડે એ પહેલા ૮૩ વર્ષના ભારતીય મૂળના ડોકટરે એક જ દિવસમાં ૬૭ એબોર્શન કર્યા

નવા કાયદા મુજબ જો ગર્ભમાં હૃદયના ધબકારા શરૂ થાય તો એબોર્શન નહીં કરી શકાય : અમેરિકાના ટેકસાસમાં ૩૧ ઓગસ્ટની મધરાતથી એબોર્શનને કાયદાકીય રીતે પ્રતિબંધીત કરવામાં આવ્યું: જેમાં ૬ સપ્તાહ પછી એબોર્શન કરવું ડોકટરો માટે કાયદાકીય ગુનો બનાવવામાં આવ્યો છે

ટેકસાસ,તા.૨૯: ૩૧ ઓગસ્ટનો દિવસ અમેરિકાના ટેકસાસના ફોર્ટ વોર્થમાં કિલનિક ચલાવતાં ભારતીય મૂળના ગાયનેકોલોજિસ્ટ ડો. જસબિર આહલુવાલિયા માટે ખૂબ જ વ્યસ્ત દિવસ હતો. કારણ કે તે દિવસ રાત્રે ૧૨ વાગ્યાથી ટેકસાસ રાજયમાં નવો કાયદો લાગુ પડવા જઈ રહ્યો હતો જે મુજબ એબોર્શન કરાવવા પર પ્રતિબંધ લાગવા જઈ રહ્યો હતો. જોકે આ એબોર્શનનો આ નવો કાયદો શરું થાય તે પહેલા ડો. આહલુવાલિયા અને તેમની ટીમ સવારે ૮ વાગ્યાથી જ કામે લાગી ગઈ હતી. તે દિવસને યાદ કરતાં તેમણે કહ્યું કે 'કેટલાક ઓપરેશન તો એડવાન્સ્ડ સ્તરના હતાં જયારે કેટલાક કોમ્પ્લિકેડેટ કેસ હતા. અમે રાત્રે ૧૧.૫૦ વાગ્યે છેલ્લું ઓપરેશન પૂરું કર્યું. તેમણે કહ્યું કે તેનું છેલ્લું પેશન્ટ તો ડલાસમાં રહેતી એક નર્સ હતી જે ૮ સપ્તાહની પ્રેગનન્ટ હતી અને એબોર્શન માટે તેણે ત્રણ કલાક જેટલો સમય રાહ જોઈ હતી. પણ અંતે કાયદો લાગુ થવાને ૧૫ મિનિટની વાર હતી અને ડો. આહલુવાલિયા તેનું એબોર્શન કરવામાં સફળથ થયા હતા.'

અમેરિકાના ટેકસાસ રાજયનો આ વિવાદાસ્પદ કાયદો કોઈપણ એબોર્શન જે પ્રેગનેન્સીના ૬ સપ્તાહ પછી થાય છે તેને પ્રતિબંધિત કરે છે. તેમજ કાયદમાં કોઈપણ વ્યકિતને એ અધિકાર આપવામાં આવ્યા છે કે એકવાર ગર્ભસ્થ બાળકના હાર્ટબીટ શરું થાય પછી જો કોઈ ડોકટરે એબોર્શન કર્યું હોય તો તેની સામે કેસ કરી શકે છે. આ પણ પ્રતિબંધ લાગુ થયા પછી ડો. આહલુવાલિયાના કિલનિકમાં આવતા એબોર્શનના પેશન્ટમાં અડધોઅડધ દ્યટાડો થયો છે અને જે આવે છે તેમાંથી પણ માંડ અડધોઅડધ નવા કાયદા મુજબ એબોર્શન માટે કવોલિફાય થાય છે. ભારતીય મૂળના ડો. આહલુવાલિયા ૧૯૭૭થી અમેરિકામાં પ્રેકિટસ કરી રહ્યા છે.

નવા કાયદા અંગે જયારે ડો. આહલુવાલિયા વાત કરે છે ત્યારે તેમના અવાજમાં ગુસ્સો પ્રગટ થાય છે. તેમણે કહ્યું કે આ લેજિસલેટરને તો તાલિબાન સાથે સરખાવવા જોઈએ. કારણ કે તેમનામાં અને આ લોકોમાં કોઈ ફરક નથી. તેમણે કયારેય પુરુષોને પ્રતિબંધિત કરતા કોઈ કાયદા બનાવ્યા નથી. જે છે તે તમામ કાયદા મહિલાઓના આરોગ્ય અને તેમના ભાગ્યને નક્કી કરતાં કાયદા બનાવ્યા છે. ટેકસામાં આ કાયદો લાગુ થયા પછી જો કોઈને ૬ સપ્તાહ બાદ એબોર્શન કરાવવું હોય તો તેમને બાજુના રાજયો ન્યુ મેકિસકો અને ઓકલાહોમા રિફર કરવામાં આવે છે. જોકે મોટાભાગના પેશન્ટ પાસે આટલો સમય અને તેના માટે નાણાંકીય ખર્ચ કરવાનું પરવડે તેમ હોતું નથી.

જે બાદ છેલ્લા ૨૦ વર્ષથી તેમણે ગાયનેકોલોજિસ્ટ તરીકેની પ્રેકિટસ બંધ કરીને ફકત એબોર્શન પર જ કામ કર્યું છે. આ માટે તેમણે કહ્યું કે આવું કરવા પાછળ હજુ પણ તેમના મન અને મગજમાં યુગાન્ડાની હોસ્પિટલમાં તડપતી પેલી સ્ત્રીનો ચહેરો સામે આવે છે. તેમણે કહ્યું કે હાલ પૂરતું તો અમે કાયદાને માન આપીને થોભો અને રાહ જુવોની નીતિ અપનાવી રહ્યા છે. કેમ કે જો કોર્ટ આ કાયદાને નહીં પલટાવે તો ભવિષ્યમાં મહિલાઓ તેના વિરોધમાં બળવો પોકારશે અને ફરી એકવાર એબોર્શન કાયદાકીય બનશે. 

(9:50 am IST)